ચીલાકોટામાં 4 પર માટીની દીવાલ ધરાશાયી, 3નાં મોતલીમખેડાના ચીલાકોટા ગામે ગુરુવારે રાત્રે 8:30 કલાકે એક કાચા મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જેમાં દિવાલ પાસે ખાટલો ઢાળી નિંદર માણી રહેલા પરિવારની મહિલા તથા તેના બે બાળકો તેમજ મહિલાની ભત્રીજી દિવાલ નીચે દબાઈ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલા સારવાર દરમિયાન મોતને ભેટી હતી.

ગરબાડા તાલુકાના નેલસુર ગામની વિધવા મહિલા બદુડીબેન કનુભાઈ પરમાર તેના બાળકો પાંચ વર્ષનો રોહિત તથા દોઢ વર્ષનો રાજુ સાથે પિતા મગનભાઈ અમલીયારના ઘરે આવી હતી. ત્યારે દુર્ઘટના બની હતી અને તેમાં બદુડીબેન, રોહિત પરમાર અને અસ્મિતાનું મોત થયું હતું. જ્યારે રાજુને ઇજા પહોંચી હતી.

ચીલાકોટામાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં બે બાળકો તથા એક મહિલા સહિત ત્રણના મોત નિપજતા પરિવારજનોમાં કરુણાંતિકા સર્જાઇ હતી . તસવીર યોગેશ શાહ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – 4 wall of clay wall collapses in chalakota 3 dead 062546


Div News – 4 wall of clay wall collapses in chalakota 3 dead 062546


Div News – 4 wall of clay wall collapses in chalakota 3 dead 062546