નવરાત્રિમાં જ્ઞાનનાં હથિયારોનો ઉપયોગ કરો અને પ્રેમ વહેંચોવરાત્રિના નવ દિવસની તૈયારી દરેક પરિવાર ઘણા પ્રેમ સાથે કરે છે અને શક્તિઓનું આહ્વાન પણ કરે છે. દરેક પ્રાંતમાં તેની અલગ અલગ રીતે ઉજવણી કરાય છે પણ ભાવના બધી જગ્યાએ એક જેવી જ થાય છે. આજના સમયમાં જો આપણે જોઈએ તો તેની પ્રાસંગિકતા વધારે છે. ભારતમાં જ વિશ્વમાં ચારેકોર સમાજમાં ફક્ત ભ્રષ્ટાચાર, અત્યાચાર, મહિલાઓ સાથે શોષણ, પરિવારોનું તૂટવું જાણે નકારાત્મકતા પોતાની ચરમસીમાએ છે. જ્યારે પણ આસુરી શક્તિઓ હાવી થશે તો તેના પર વિજય પ્રાપ્ત કરવા માટે શક્તિશાળી સકારાત્મક તત્વોની જરૂર પડશે. તો સવાલ એ છે કે આપણે સમાજની જે હાલત જોઇ રહ્યાં છીએ એ સ્થિતિમાં સકારાત્મક શક્તિઓનું આહ્વાન કેવી રીતે કરીએ? માની લો કે તમે એક ચિત્રકાર છો, તમારે ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવો છે તો તેને તસવીર તરીકે કેવી રીતે તૈયાર કરશો? પહેલાં તો ક્રોધનું એક પ્રતીક બનાવવું પડશે અને બીજી તરફ એક પવિત્ર શક્તિનું ચિત્ર બનાવીશું જે ક્રોધ પર વિજય પ્રાપ્ત કરે છે. આપણે યુદ્ધ બતાવીશું, તલવાર, ગદા, ત્રિશૂળ બતાવીશું. આ એ હથિયાર છે જેની મદદથી દૈવીશક્તિઓએ અાસુરી શક્તિઓ પર વિજય પ્રાપ્ત કર્યો. આજે ન તો આ દૈવીશક્તિઓ છે ન તો અાસુરી અને ન તો એવા દિવ્ય હથિયાર. આજે આપણે પોતાની અંદર જ દિવ્ય શક્તિઓને જાગૃત કરી અસુરોનો ખાત્મો કરવાનો છે. દૈવી સંસ્કાર એટલે કે આપણા આત્મામાં નિશ્ચલ પ્રેમ, શાંતિ, ખુશીના ભાવ અને અસુર એટલે કે કામ, ક્રોધ, લોભના ખરાબ ભાવ. બંને જ મારી અંદર છે. તો અંદરના અસુરોનો વિનાશ આપણે ખુદ જ કરવો પડશે. આપણે આજે પણ ફક્ત દેવીનું ચિત્ર અને એ પ્રતીકોને જોઈ રહ્યાં છીએ તેનો સાચો અર્થ સમજવા જ નથી માગતા. આપણી અંદરના જે અસુરોને મારવાના હતા તે તો ભૂલી જ ગયા પણ આ તહેવાર આપણને યાદ અપાવવા માટે જ આવે છે કે આપણને આપણી અંદર શું કરવું છે. હું કહું છું કે ક્રોધ ખરાબ છે તો મને ભાઈ-બહેનો પૂછે છે કે દેવી-દેવતા પણ ગુસ્સો તો કરતાં હતાં, તે પણ યુદ્ધ કરતાં હતાં, તો આપણે તેમનો મહિમા કેમ ગાઈએ. દેવતા યુદ્ધમાં હત્યા કરતા હતા, આજે કોઇ હત્યા કરે તો શું તેને દૈવી કહી શકાય? પણ એ જાણવું જરૂરી છે કે દેવી-દેવતાઓએ હિંસા નથી કરી. અંદરની બદીને મારી છે. અનેકવાર બદી ફરી જીવિત થઈ ગઈ એવી જ રીતે જેવી રીતે ફરીવાર અસુર જીવતા થઈ જતા હતા. યુદ્ધ એક દિવસમાં પતી ના શકે. એટલા માટે જરૂરી છે કે જ્ઞાનનાં એક-એક હથિયારનો ઉપયોગ કરો. પ્રેમ વહેંચો અને જે કર્યું છે તેની જવાબદારી લો. જે ઠીક ન લાગે તેની અવગણના કરો જેથી દૈવી સંસ્કાર જાગૃત થાય.

મન કી આવાજ

બી.કે.શિવાની,બ્રહ્માકુમારીઝ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – use knowledge of weapons in navratri and share love 062556