હિંદુત્વ અને સંઘ એક સિક્કાની બે બાજુ હોવા સાથે મુસ્લિમ વિરોધીના વારંવાર વિવાદો વચ્ચે આજે ભાવનગર ખાતે ભાજપ યોજિત ગણમાન્ય નાગરિક સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે,” ભારતીય સંસ્કૃતિ નાતજાત ને નથી માનતી હું સંઘનો સ્વયંસેવક છું અને સંઘ કોઈ દિવસ નથી કહેતો કે મુસ્લિમથી નફરત કરો”.
શહેરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે ભાજપ દ્વારા યોજાયેલા ગણમાન્ય નાગરીક સંમેલનમાં પ્રારંભે શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહનું સન્માન બાદ ભારતની સુરક્ષા અને વિકાસ સંદર્ભે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારત ફાસ્ટ ઇકોનોમી કન્ટ્રી છે સાથોસાથ આગામી વર્ષ ૨૦૩૦ માં વિશ્વના શક્તિશાળી દેશો રુસ, ચીન અને અમેરિકા પૈકી કોઈ એક દેશ ને પાછળ રાખી પ્રથમ ત્રણ માં ભારતનું સ્થાન હશે. બ્રુફિંગ ઇન્સ્ટિટયૂટ ના સર્વે મુજબ ભારતમાં ગરીબી ઘટી રહી છે તેમ છતાં કોંગ્રેસ દ્વારા વારંવાર ગરીબી વધતી હોવાનો રોષ ઠાલવી ગરીબો સાથે મજાક કરી રહી છે. ખરેખર તો ભારત કોંગ્રેસ મુક્ત નહીં થાય ક્યાં સુધી ગરીબી મુક્ત નહીં થાય. રાષ્ટ્રદોહનો કાનૂન નાબૂદ કરવાનું કોંગ્રેસ કહી રહી છે. પરંતુ રાષ્ટ્રદ્રોહનો કાનૂન વધુ સખ્ત બનાવીશું.