આદિવાસી અને મુસ્લિમ મતોનુ પ્રભુત્વ ધરાવતી ભરૂચ બેઠક પર 29 વર્ષથી પુન: કબજો જમાવવા કોગ્રેસની મથામણ નાકામિયાબ રહી છે. આજે નર્મદા નદી સુકી ભઠ્ઠ છે. દરિયાનું સામ્રાજ્ય ઝણોર સુધી પહોંચી ગયુ છે. સર્વે મુજબ ભરૂચ પાસે નર્મદાના પાણીનું ટીડીએસ જ 10000 કરતાં વધુ છે. ભાજપે સતત પાંચ ટર્મથી ચુંટાતાં મનસુખ વસાવાને રિપિટ કર્યા છે. કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવાર શેરખાન પઠાણ પર પસંદગી ઉતારી છે. પણ જીત માટે નિર્ણાયક બનનાર બીટીપીના ઉમેદવાર છોટુભાઇ વસાવા મેદાનમાં છે. ગ્રામિણ વિસ્તારમાં નોટબંધી કે જીએસટી કે મોંઘવારીની વાતથી ફરક દેખાતો નથી. આદિવાસી મતો વધુમાં વધુ અંકે કરવા માટે ભાજપ-કોંગ્રેસ અને બીટીપી મથામણ કરી રહ્યાં છે. સાત વિધાનસભા પૈકી 3 ભાજપ અને ચાર બેઠકો અન્ય પક્ષો પાસે છે. છતાં ભરૂચ અને અંકલેશ્વર પરથી લીડ ભાજપનો વિજય સરળ બનાવી દે છે. વર્તમાન ચૂંટણીમાં મોદી લહેરની કોઇ અસર નથી. કોંગ્રેસ સાથે ગઠબંધન ન થતાં બીટીપીના છોટુ વસાવા મેદાનમાં છે અને તેઓ કેટલુ જોર કરે છે તે જોવાનું રહ્યું.
ભરૂચ