બિટકોઇન પ્રકરણમાં આખરે મુખ્ય આરોપી સતીષ કુંભાણી, ધવલ માવાણી અને સુરેશ ગોરસીયાને કોર્ટે ભાગેડું જાહેર કર્યા છે. તમામને કોર્ટે આગામી છઠ્ઠી મે, 2019 સુધી કોર્ટ સમક્ષ હાજર થવા જણાવ્યુ છે. નોંધનીય છે કે આ પ્રકરણમાં આરોપી દિવ્યેશ દરજીને હાઇકોર્ટે જામીન આપ્યા છે. બિટકોઇન પ્રકરણમાં દિવ્યેશ દરજી સહિતના આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો. રોકાણકારોને લોભામણી લાલચો આપી, કરોડો રૂપિયા ઉઘરાવીને આરોપીઓ પલાયન થઇ ગયા હતા. દિવ્યેશ દરજી દુબઇ ભાગી ગયો હતો.
70 મુજબના વોરન્ટ બાદ પણ હાજર ન થયા
ફરિયાદ દાખલ થાય એ અગાઉ જ સતીષ કુંભાણી વિદેશ ભાગી ગયો હતો. આ ઉપરાંત ધવલ માવાણી અને સુરેશ ગોરસીયા પણ હાજર ન થતાં કોર્ટે છઠ્ઠી, ઓકટોબર, 2018ના રોજ સીઆરપીસી-70 મુજબનું વોરન્ટ ઇશ્યુ કર્યું હતુ. તેમ છતાં આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા નહતા. આથી હવે સીઆરપીસી-82 મુજબનું જાહેર નામુ બહાર પાડવામાં આવ્યુ છે. જો આરોપીઓ છઠ્ઠી મે સુધી હાજર નહીં થાય તો મિલકતો જપ્ત કરવામાં આવશે.