બીજા તબક્કાના મતદાનથી પાંચ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુ અને કર્ણાટકમાં બે-બે રેલીઓ કરી. ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્રમાં એર સ્ટ્રાઈક અને પુલવમાના શહીદોના નામ પર મત માગ્યા પછી હવે મોદી નવો દાવ રમ્યા છે. તેમણે સૈન્યના નામે મત તો નથી માંગ્યા, પરંતુ કોંગ્રેસને જવાબ આપતા કહ્યું કે – ‘કોંગ્રેસ આજકાલ કહે છે કે મોદી સૈન્યનું નામ ન લે. જો સૈન્યને વન રેંક-વન પેન્શન આપ્યું છે તો સૈન્યનું ગૌરવ ગાન કરવું જોઈએ કે નહીં? વોર મેમોરિયલ બનાવ્યું તો ગાન કરવું જોઈએ કે નહીં? આ પહેલા સૈન્યના નામ પર મતની અપીલ પર ચૂંટણી પંચે રિપોર્ટ માગ્યો હતો.