એજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર-2ની પરીક્ષા લેવામાં આવી રહી છે. બીજા દિવસે ફીઝીક્સ અને સંસ્કૃતના પેપરમાં 2 કોપી કેસ નોંધાયા હતા તેમજ 844 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા અને જૂનાગઢની કોલેજો આવે છે. ચારેય જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર સેમેસ્ટર-2ની પરીક્ષા લેવાઇ રહી છે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતીનું દૂષણ ડામવા ઇન્ચાર્જ કુલપતિ ડો.ચેતનભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીની સેમેસ્ટર-2ની પરીક્ષાના બીજા દિવસના ફિઝીક્સ અને સંસ્કૃતના પેપરમાં ગિર સોમનાથ જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પર બે કોપી કેસ નોંધાયા હતા. તેમજ કુલ 31098 વિદ્યાર્થીઓમાંથી 844 ગેરહાજર રહ્યા હતા. નરસિંહ મહેતા દ્વારા લેવાતી પરીક્ષામાં કોપી કેસ નોંધાતા ચોરીનું દૂષણ નાબુત થઇ રહ્યું છે.