મહેશ ત્રિવેદી | અમદાવાદ | એશિયાઇ શેરબજારોમાં સપ્તાહ દરમિયાન જોવા મળેલી સુસ્ત ચાલ પાછળ ભારતીય શેરબજારો પણ સંખ્યાબંધ ભવિષ્યની ઘટનાઓ પૂર્વે થોભો અને રાહ જુઓ વાળી કરી રહ્યા છે. જોકે, છેલ્લા કેટલાંક દિવસોથી એક વિચિત્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં માર્કેટ ખુલે પોઝિટિવ ટોનથી બપોરે પ્રોફીટ બુકિંગ અને છેલ્લે સપોર્ટ લેવલ ઉપર લાવીને બજાર બંધ થઇ જાય! સેન્સેક્સ-નિફ્ટીમાં કોન્સોલિડેશનના કારણે શુક્રવારે માર્કેટ સુધર્યું હોવા છતાં સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો છે. જોકે, નિફ્ટી હજી 11600 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી જાળવી રહ્યો છે.