સુરેન્દ્રનગરમાં મતદાન જાગૃતિ માટે 70×70 ફૂટની રંગોળી બનાવાઈ



સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 23 એપ્રિલે મતદાન યોજાનાર છે. ત્યારે સમગ્ર જિલ્લામાં ચાલી રહેલ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા શહેરના નવા જંકશનના મેદાનમાં મતદાન જાગૃતિ માટે 70×70 ફૂટની વિશાળ રંગોળી બનાવાઇ હતી. આ રંગોળીનું મુખ્ય આકર્ષણ શતાયુ મહિલા મતદાર, સગર્ભા મતદાર અને દિવ્યાંગ મહિલા મતદાર છે. મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી કે. રાજેશ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. પંકજ વલવઇ અને મતદાન જાગૃતિ કાર્યક્રમોના નોડલ ઓફિસર અલ્પેશ પટેલના માર્ગદર્શન નીચે આયોજન કચેરીના કર્મચારીઓએ કોઇપણ પ્રોફેશનલની મદદ લીધા વિના આ રંગોળી બનાવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – 70×70 feet of columns were built for voting awareness in surendranagar 062132