અંકલેશ્વરમાં રાષ્ટ્રીય અગ્નિશમન દિવસના દિવસે જ આગનું તાંડવ જોવા મળ્યુંઅંકલેશ્વરમાં રાષ્ટ્રીય અગ્નિશમન દિવસના દિવસે જ આગનું તાંડવ જોવા મળ્યું હતું. નોબલ માર્કેટમાં એક સાથે 3 થી વધુ ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ મચી હતી. આગ બુઝાવવામાં 3 ફાયર ફાઇટરથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. એક કલાક સુધી માર્કેટમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગોડાઉનમાં રહેલ લાકડા અને પુઠ્ઠાંના કારણે આગ વિકરાળ બનતાં ધુમાડાના ગોટે ગોટા દુર દુર સુધી દેખાયાં હતાં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today