અમદાવાદ : કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને કોંગ્રેસે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષઅમદાવાદ : કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને કોંગ્રેસે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ કે અન્ય કોઇ નેતા કરતાં પણ વધુ મહત્વ આપી દીધું છે. એક ખાસ હેલિકોપ્ટર હાર્દિકની તૈનાતમાં મૂકીને કોંગ્રેસે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી બાદના ક્રમે આવતા નેતા જેવું સ્થાન આપ્યું છે. આ દિવસોમાં હાર્દિક એકલાં ગુજરાતમાં જ હવાઇ માર્ગે ઉડાઉડ કરીને પચાસ રેલીઓ સંબોધશે. રવિવારે જ હાર્દિકે હેલિકોપ્ટરમાં બેસીને પડાવેલાં ફોટો તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યાં હતાં. હાર્દિકને પહેલેથી સ્ટાર પ્રચારકોની યાદીમાં શામેલ કરાયો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today