આં કડાઓની વાર્તા: સૌ પહેલા આ તથ્ય જાણી લો કે માર્ગ અકસ્માતના બનાવોનો ભોગ 51 ટકા પગપાળા જનારા બનતા હોય છે. મુંબઇના બે પ્રમુખ હાઇવે ને જ જુઓ. વેસ્ટર્ન અને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, જે જીવલેણ અકસ્માતોની દ્રષ્ટિએ જાણીતા છે. 2018માં જ 475 લોકોના મૃત્યુ નીપજ્યા હતા જેમાં 51 ટકા પગપાળા જનાર, જ્યારે 41 ટકા બાઇકસવાર અને તેની પાછળની સીટ પર બેસનાર હતા.આ આંકડાઓ એ તથ્યોનો ભાગ છે જે બ્લૂમબર્ગ ફિલેન્થ્રોપિઝે તૈયાર કર્યા છે. આ સંસ્થા મુંબઇ ટ્રાફિક પોલીસ અને બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળીને કામ કરે છે. પગપાળા ચાલનારાઓ પૈકીના 58 ટકાને ત્રણ પૈડા અથવા ચાર પૈડાવાળા વાહનોએ ટક્કર મારી હતી ,જ્યારે અન્ય 26 ટકાને મોટરસાયકલે ટક્કર મારી. પગપાળા જનારાની સાથે થયેલ જીવલેણ અકસ્માત માટે બસ તો માત્ર 6ટકા ઘટના માટે જવાબદાર હતી. જાણવા મળ્યા પ્રમાણે કામકાજના દિવસોમાં વધુ બનાવો રાત્રિના 8-9 કલાક અને વીકએન્ડમાં બપોરે 2-3 કલાકની વચ્ચે સર્જાયા હતા.જો કે 2018માં થયેલ 475 મૃત્યુમાં 15 મોત દારૂ પીને ડ્રાઇવિંગ કરવાથી થઇ હતી જે લગભગ ત્રણા ટકા હોય છે.મુંબઇ એ દસ શહેરોમાંથી છે જેને બ્લૂમબર્ગ ફિલેન્થ્રોપિઝે વધુ સારી સુરક્ષા માર્ગ પધ્ધતિ અપનાવવા માટે પાંચ વર્ષિય કાર્યક્રમ અંતર્ગત પસંદ કર્યું છે.તેમનું કહેવું છે કે વર્તમાનમાં કોઇ પણ શહેરમાં માર્ગને માત્ર વાહનોને ધ્યાનમાં રાખીને બનાવાય છે, જેમાં પગપાળા જતાં લોકોનો કોઇ અભિપ્રાય લેવામાં આવતો નથી.તેમનું કહેવું છે કે જો સ્થાનીય સ્વાયત્ત સંસ્થાઓ સૌથી વધુ જોખમવાળા લોકોને ધ્યાનમાં રાખીને રોડની ડિઝાઇન બનાવે તો ડિઝાઇનને સમગ્ર વપરાશકારો માટે તૈયાર કરાયેલી ડિઝાઇન કહી શકાય.જાણવું રહ્યું કે પ્રાણઘાતક અકસ્માતોમાં 93 ટકા આ લોકો જ ભોગ બનતા હોય છે. અભ્યાસમાં બ્લૂમબર્ગ ફિલેન્થ્રોપીઝની સાથે જોડાયેલ વર્લ્ડ રીસોર્સ ઇન્સ્ટિટ્યુટ ઇન્ડિયાએ જણાવ્યું છે કે સમગ્ર માર્ગ પર ફૂટપાથ બનાવવા જોઇએ અને ક્રોસિંગ પર પણ પુરતી સુરક્ષા જરૂરી છે તેમજ પગપાળા જતા લોકો માટે રેફ્યુઝ આઇલેન્ડની પણ યોગ્ય પ્રકારે ડિઝાઇન કરવામાં આવી જોઇએ.
ઇનોવેશનની વાર્તા: ઉપરોક્ત આંકડાઓ બધા માટે ઉપલબ્ધ છે અને વિભિન્ન એજન્સીઓ દ્વારા અપાયેલા સૂચનો પર સ્થાનીય સ્વાયત્ત સંસ્થાઓ આ બાબતે વિચાર કરી શકે છે. પણ IIT મુંબઇમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનમાં એમટેક કરનાર ડિનોઝ જોસફે એક પોર્ટેબલ રૂમ બનાવ્યો છે.તેનો ઉપયોગ તકલીફવાળા અને દુરના વિસ્તારોમાં કરી શકાય છે.આ પોર્ટેબલ ઓટીમાં એક મચ્છરદાનીની માફક 2.5 x1.8મીટરનો પ્લાસ્ટિકનો રોગાણુહીન (સ્ટરાઇલ) કરેલ એન્ક્લોઝર છે. આ યુનિટમાં સર્જિકલ ગાઉન, એક ટેબલ, એક હેન્ડવોશ યુનિટ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ, એર પ્યોરીફાયર અને મિની એરકંડિશનર પણ છે.આ પ્રોડકટને વિક્ટર મેનેજીસ કન્વેન્શન સેન્ટરમાં આયોજીત પાંચમાં વર્ષિય મેડિકલ ડિવાઇસ એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.આનું આયોજન ઇન્સ્ટિટ્યુટના બાયોમેડિકલ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી(ઇનક્યુબેશન)સેન્ટરે કર્યું હતું.આ ડિવાઇસ અંદાજીત 25 કિલોગ્રામ વજન ધરાવે છે અને તે કોઇપણ બેકપેકમાં સરળતાથી સમાઇ શકે છે. જોસેફે પોતાના આ ઇનોવેશનની પેટેન્ટ મેળવવા માટે આવેદન કર્યું છે. ડિવાઇસના ટેસ્ટિંગ માટે પૈરાટ્રૂપર સર્જનની એક ટીમની સાથે પણ કામ કરી રહ્યા છે. હાલ તો પોર્ટેબલ ઓટી જટિલ ઓપરેશનના બદલે માત્ર જનરલ સર્જરી અને સી સેક્શન માટે ઉપયોગી છે. પણ આ ડિવાઇસને ગમે ત્યારે વધુ આધુનિક બનાવી શકાય છે.
એન. રઘુરામન