કાંકરેજ તાલુકાના ભદ્રવાડીના ભરતજી નાથાજી ઠાકોર 17 ફેબ્રુઆરી,2019ના રોજ મહેસાણામાકાંકરેજ તાલુકાના ભદ્રવાડીના ભરતજી નાથાજી ઠાકોર 17 ફેબ્રુઆરી,2019ના રોજ મહેસાણામા લગ્ન કરાવતી ઉષાના સંપર્કમા આવ્યા હતા. તેણે પોતાની પુત્રી તરીકે ઓળખ આપીને બતાવેલી યુવતી પસંદ આવતા લગ્ન માટે હાથઉછીના લાવેલ રૂ. 1.20 લાખ ઉષાને આપ્યા હતા.ત્યાર બાદ તેને લગ્નની ખરીદી માટે 3 દિવસ માટે યુવતીને ભરતજીના ઘરે મોકલી હતી અને તેણે રૂ. 50હજારની ખરીદી કરી હતી. ત્યાર બાદ ગત 22 ફેબ્રુઆરીએ ઉષા પાસે જઈ યુવકે લગ્નની તૈયારીઓ થઇ ગઇ હોય તો કોર્ટમા મેરેજ કરી લઇએ તેમ કહેતાની સાથે જ યુવકને લગ્નના બદલે માર મળતા શહેર એ ડિવિજન પોલીસમા અરજી આપી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today