જેટ એરવેઝ માટે સોમવારનો દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ રહેશે. બેન્કોએ




જેટ એરવેઝ માટે સોમવારનો દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ રહેશે. બેન્કોએ 1500 કરોડ રૂપિયાની મદદ માટે જેટની મેનેજમેન્ટ પાસેથી એક નવી દરખાસ્ત માંગી હતી. આ મુદ્દે બંને પક્ષકારોની સોમવારે બેઠક યોજાવાની છે. તેના પરિણામ પર એરલાઈનના કર્મચારીઓના વલણનો આધાર રહેશે. રવિવારે પાઈલટના સંગઠને પહેલા એવી જાહેરાત કરી હતી કે સોમવારે સવારે 10 વાગ્યાથી તેઓ વિમાન નહીં ઉડાવે. પછી એવું નક્કી કર્યું કે સોમવારે યોજાનારી બેન્કોની બેઠક સુધી રાહ જોવામાં આવે. દરમિયાનમાં રવિવારે જેટના માત્ર 5-6 વિમાને જ ઉડ્ડયન કર્યું હતું. જેટ એરના 1600 પાઈલટમાંથી 1100 પાઈલટ નેશનલ એવિએટર્સ ગિલ્ડ સાથે જોડાયેલા છે. પાઈલટ, એન્જિનિયર અને સિનિયર મેનેજમેન્ટને જાન્યુઆરી મહિનાથી વેતન મળ્યું નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today