પાલનપુરથી 10 કિલોમીટરના અંતરે આવેલ જૂના લક્ષ્મીપુરા ગામમાં અંદાજે 200થીપાલનપુરથી 10 કિલોમીટરના અંતરે આવેલ જૂના લક્ષ્મીપુરા ગામમાં અંદાજે 200થી વધુ શિક્ષિત પટેલ યુવકોએ લગ્ન કરાવતા દલાલોની ચુંગલમા ફસાઈને પત્નીની સાથોસાથ નાણા, દાગીના જ નહીં સમાજમાં આબરૂ પણ ગુમાવ્યાના કિસ્સા જોવા મળ્યા છે. જ્યારે આજે પણ 150 જેટલા યુવકો પાત્ર ના મળતા કુંવારા છે. 32 થી 38 વર્ષની ઉંમર છતા લગ્ન અશક્ય જણાતા દલાલો મારફતે રૂ 1લાખથી 5 લાખ સુધીનો ખર્ચ કરીને 350થી વધુ યુવકો આદિવાસી,ઠાકોર સહિત જ્ઞાતિની યુવતીઓ લાવ્યા છે જેમા અંદાજીત 200 જેટલા યુવકોને લગ્નના ગણતરીના દિવસો,મહિનાઓમા પત્ની છોડીને જતી રહી છે જ્યારે કેટલાક કિસ્સામા બાળકો મૂકીને ગઇ છે. સરપંચ અશોકભાઇ પટેલે કહ્યું કે, લગ્ન રજીસટર થતા ન હોઇ પોલીસ ફરિયાદ દાખલ કરી શકતા નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today