સારવકુંડલાનાે એક યુવક 6 દારૂની બોટલ સાથે ઝડપાયોબરવાળા પોલીસે ભીમનાથ પાસે ચેકપોસ્ટ ઉપર નવસારીથી સારવકુંડલા જઈ રહેલી સફારી કારને ચેક કરતા કારમાંથી છ ભારતીય બનાવટનો વિદેશી દરૂ મળી આવતા કાર સાવરકુંડલાના કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો મુજબ બરવાળા તાલુકાના ભીમનાથ ગામ પાસે ચેક પોસ્ટ ઉપર તા.12-4-19ના રોજ રાત્રે 8.00 કલાકે નવસારીથી સારવકુંડલા પોતાના વતનમા જતા દિલીપભાઈ માલાણીની સફારી કારને ચેક કરતા કારમાંથી 2 મોટી દારૂની મોટલ અને 4 નાની દારૂની બોટલ મળી કૂલ 6 દારૂની બોટલ કિ.રૂ.1140, એક મોબાઈકલ કિ.રૂ.20,000 અને સફારી કાર ફિ.રૂ.5 00,000 કૂલ મળી 5,21,140 નો મુદ્દામાલ બરવાળા પોલીસે કબ્જે કરી કાર ચાલક દિલીપભાઈ માલાણીને ઝડપી બરવાળા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Barvala News – a young man of sarawakundala captured with 6 bottles of liquor 060011