ઇન્દોર | આરટીઆઇમાં માગવામાં આવેલી માહિતી મુજબ માર્ચ 2018થી 24 જાન્યુઆરી 2019 સુધી રાજકીય પક્ષોને 99.8 ટકા ડોનેશન 10 લાખ અને એક કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડના માધ્યમથી મળ્યા છે. આ સમયગાળામાં દાનદાતાઓએ 1407.09 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદયા અને તેમાં સૌથી વધુ 1403.90 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ 10 લાખ અને એક કરોડ રૂપિયાના ખરીદયા.
રામપુર | સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાને રામપુરમાં એક રેલીમાં ભાજપ ઉમેદવાર જયાપ્રદા અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેનો અમે અહીં ઉલ્લેખ નથી કરી રહ્યાં. હવે રાષ્ટ્રીય મહિલા પંચ સોમવારે આઝમ ખાનને નોટિસ મોકલી જવાબ માગશે. ઉલ્લેખનીય છે કે 5 દિવસ પહેલા જારી થયેલા સપાના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓના સન્માનના વાયદાને યાદીમાં સામેલ કરાયો હતો.