એકથી ત્રણ મહિનાની ટ્રેનિંગ : સંસ્થાના સીઇઓ ઉલ્હાસ કામતે જણાવ્યું કે 2016માં આઇ ક્રિએટ ઇન્ડિયાએ ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડિયન આર્મી વેટરન્સ સાથે એમઓયુ કર્યા હતા. દેશભરમાં 4 સેન્ટર પર દર મહિને 5 દિવસની વર્કશોપ થતી. ત્યાર બાદ મેન્ટર્સ દ્વારા 1 થી 3 મહિનાની વિશેષ ટ્રેનિંગ અપાય છે. બિઝનેસ શરૂ કર્યા બાદ કોઇ સમસ્યા આવે તો સલાહ અપાય છે. પ્રારંભિક મદદ માટે મેજિક ફંડ પણ શરૂ કરાયું છે.