એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન, કોંગ્રેસમાં એકસરખો માહોલ હતો : અમિત શાહ



ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમની ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતા વિવિધ વિધાનસભા મત વિસ્તારના સોસાયટીના ચેરમેન, સભ્યોને મળ્યા હતા. તેમને સંબોધતા શાહે કહ્યું હતું કે, આ ચૂંટણી વ્યક્તિને ચૂંટવાની નથી,ભારતને મહાસત્તા બનાવવાની છે. આખો દિવસ તબક્કાવાર યોજાયેલી બેઠકમાં શાહે ભાજપની પાંચ વર્ષની કામગીરીની જાણકારી આપી હતી. શાહે એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી ત્યારે પાકિસ્તાન અને કોંગ્રેસના કાર્યાલય પર એક સરખો માહોલ હતો.

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી ઘાટલોડિયા, સાબરમતી, નારણપુરા વિધાનસભા વિસ્તારની સોસાયટીના ચેરમેન, સભ્યોને સંબોધ્યા હતા, જેમાં શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે ગરીબી દૂર કરી નથી, તમારે ભાજપને મત ગરીબી દૂર કરવા, સુરક્ષા, વિકાસ માટે આપવાનો છે. તમારા મતથી દેશ સન્માનજનક સ્થિતિમાં આવે તેટલા માટે તમારે મત આપવાનો છે તેવું સોસાયટીના સદસ્યોને સમજાવ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today