ગાંધીનગરના કલોલમાં પ્રચારાર્થે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉમેદવાર અમિત શાહને આવકારવા માટે વિવિધ સમાજના લોકોએ પણ ભાગ લીધો. ઠાકોર, પટેલ, દલિત, મુસ્લિમ જોવી વિવિધ જ્ઞાતિઓ અને વેપારી મંડળોએ અહીં અમિત શાહનું સ્વાગત કર્યું હતું. સાડા ત્રણ કિલોમીટરના આ રુટ પર ફરીને અમિત શાહે ચૂંટણી પરિણામનો વરતારો નક્કી કરી લીધો હતો. શાહે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરને તેમના જન્મદિવસ નિમિત્તે અંજલિ અર્પણ કરી રોડ શોની શરુઆત કરી.
આ રોડ-શોમાં અમિત શાહની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરી મહત્ત્વની રહી હતી. આ સાથે ગાંધીનગર અને અમદાવાદથી આવેલાં ભાજપના આ જ રોડ-શો પૂર્વે ઠાકોર સમાજમાંથી અને સ્થાનિક નગરપાલિકામાંથી કોંગ્રેસના સભ્યોને ભગવો ખેસ પહેરાવીને ભાજપમાં આવકારવામાં આવ્યાં હતા.