પાક.માં 58 દિવસોમાં ખાણી-પીણીની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. પાકિસ્તાની અખબાર ધ ડોન મુજબ દૂધના સરકારી ભાવ 94 રૂપિયા નક્કી કરાયા છતાં મોટાભાગના વેપારીઓ 120થી 180ના ભાવે દૂધ વેચી રહ્યા છે. ડેરી એસોસિએશને કહ્યું કે સરકારને ભાવ વધારવા અનુરોધ કર્યો હતો. પરંતુ સરકાર ન માની તો તેમણે જાતે ભાવ વધારો કરી દીધો. તેમને ત્યાં દરાડા પાડી સરકારે 11 લાખ રૂપિયા દંડ વસૂલ્યો છે.