કેશાેદના ગેલાણા ગામે ભગવાન શ્રી રામ મંદિરનું નવનિર્માણ થતાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહાેત્સવ ઉજવવામાં આવ્યાે હતાે. સમસ્ત ગ્રામજનાેના સહયાેગથી તા 12 એપ્રિલ થી લઇ તા 14 એપ્રિલ સુધી ભગવાન શ્રી રામની મુર્તિમાં પ્રાણ પુરવા પ્રખર વિદ્વાન બ્રાહ્મણાે દ્વારા શાસ્ત્રાેક્ત વિધીઓ કરવામાં આવી હતી અને છેલ્લા દિવસે મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પામ્યા બાદ મહાપ્રસાદનું આયાેજન કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે નવનિર્માણ પામેલા રામ મંદિરની વર્ષાેથી સેવા પુજા કરતા સંત શિરાેમણી ગંગારામ બાપુ જયારે ગામની 900 વિઘા ગાૈચર જમીનમાં 125 ગાયાેને ચરીને આવતી ત્યારે રાેટલી ખવરાવતા પછી જ ગાૈધન ખીલે બાંધવા રાજી થતું હતું. સન 1977 માં ગંગારામ બાપુ ગાૈલાેકધામ સિધાવ્યા. હાલ ગામમાં તેમનું સમાધી સ્થાન છે તેમની નજીક એક માેટું પીપળાનું ઝાડ છે જેની બાજુમાં એક સફેદ પીપળાે દર વર્ષે આપાેઆપ ઉગે છે અને કરમાય છે. જે લાેકાેમાં નવી શ્રધ્ધા ઉભી કરી રહ્યાે છે.