જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2019-20 માટે વેરામાં રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે.જેમાં એડવાન્સ મિલકત અને પાણી વેરો ભરનાર કરદાતાને 10 ટકા લાભ આપવામાં આવશે.અગાઉના તમામ પ્રકારના વેરા ભરપાઇ કર્યા હશે તે કરદાતાઓને રીબેટ મળશે.આ યોજના 16 એપ્રિલથી 31 મે સુધી અમલમાં રહેશે.જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.1 થી 19 ના કરદાતાઓ માટે જનરલ બોર્ડના ઠરાવ મુજબ રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે.જેમાં સામાન્ય કરદાતાઓએ એડવાન્સ મિલકત અને પાણી વેરા પર 10 ટકા રીબેટ આપવાનું જાહેર કરાયું છે.
તદઉપરાંત સીનીયર સીટીઝન,દિવ્યાંગો,માજીસૈનિકોને વેરામાં વધારાની રાહત આપવામાં આવશે.આટલું જ નહીં ઓનલાઇન ટેકસ ભરનારને 2 ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.16 એપ્રિલથી 31 મે સુધી ચાલનારી રીબેટ યોજના અંતર્ગત શનિ-રવિ અને જાહેર રજાના દિવસો સિવાય એડવાન્સ વેરો ભરી શકાશે.