23 માર્ચે મતદાન, 28મી માર્ચે ગણતરી, નેહલ શુક્લનો છબરડો



23 માર્ચે મતદાન, 28મી માર્ચે ગણતરી, નેહલ શુક્લનો છબરડો

યુવા ભાજપના નેહલ શુક્લે યુવા સંમેલનમાં સ્વાગત પ્રવચનમાં અનેક છબરડાં કર્યા હતા. શુક્લે કહ્યું કે, 23 માર્ચે મોહનભાઇને મત આપી ફરી એક વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તક આપવી જોઇએ. પોતાના પ્રવચનને આકર્ષક બનાવવા માટે વચ્ચે વચ્ચે હિન્દીમાં બોલવા પ્રયાસ કર્યો હતો. શુક્લે 11 મિનિટના પ્રવચનમાં બીજી વખત છબરડો કરતા કહ્યું કે, તમે જોઇ લેજો 28 માર્ચે પરિણામના દિવસે મોદી જ વડાપ્રધાન બનશે. સતત છબરડાથી સ્ટેજ પર બેઠેલા મુખ્યમંત્રી સહિતના સ્તબ્ધ બની ગયા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today