દુનિયાના સૌથી ગરમ રણ મોરક્કોના સહારા મરુસ્થળમાં ગત 33 વર્ષથી



દુનિયાના સૌથી ગરમ રણ મોરક્કોના સહારા મરુસ્થળમાં ગત 33 વર્ષથી મેરેથોન દેસ સાબલેસ યોજાય છે. આ દુનિયાની સૌથી અઘરી મેરેથોન છે. આ 251 કિમી લાંબી રેસ છે. આમાં રનર્સને રેતી પર 6 દિવસ સુધી સતત લગભગ 40 કિમી દોડવાનું હોય છે. એક સ્ટેજ થોડા લાંબો પણ હોય છે. રનર્સ રાત્રે રોકાયા પછી જગ્યા-જગ્યાએ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આ‌વે છે. આમાં હાલ સુધી 13 હજારથી વધારે રનર્સે ભાગ લીધો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

કારાકાસ | આ તસવીર વેનેઝુએલામાં મનાવેલા નેશનલ મિલિશિયા ડે (સેના



કારાકાસ | આ તસવીર વેનેઝુએલામાં મનાવેલા નેશનલ મિલિશિયા ડે (સેના દિવસ)ની છે. આ નિમિત્તે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ નાગરિક સેનામાં દસ લાખ નવી ભરતીની જાહેરાત કરી હતી. આ નિર્ણય ત્યારે લેવાયો છે, જ્યારે વિપક્ષના નેતા જુઆન ગુઈદો દેશના સૌથી વધુ બ્લેકઆઉટ પ્રભાવિત હિસ્સા પશ્ચિમી જુલિયા સ્ટેટના પ્રવાસે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

દેશભરમાં 4 સેન્ટર પર ટ્રેનિંગની વ્યવસ્થા, પૂરો ખર્ચ સંસ્થા જ ઉપાડે છે



દેશભરમાં 4 સેન્ટર પર ટ્રેનિંગની વ્યવસ્થા, પૂરો ખર્ચ સંસ્થા જ ઉપાડે છે

20 વર્ષ સૈન્યમાં વીતાવ્યા બાદ સામાન્ય નાગરિકો જેવી જિંદગી મુશ્કેલીભરી હોઇ શકે છે. આવી જ કંઇક મુશ્કેલીઓ 40 વર્ષના આર. વાય. નાયડુ સામે પણ હતી. નિવૃત્તિ નજીક આવતાં-આવતાં તેમણે આવકના અન્ય વિકલ્પો વિશે વિચારવાનું શરૂ કર્યું હતું. નિવૃત્તિના 20 દિવસ પહેલા લીધેલા એક નિર્ણયે તેમની જિંદગી બદલી નાખી. આજે તેઓ સફળ આંત્રપ્રેન્યોર છે. આ બધું આઇ ક્રિએટ ઇન્ડિયાના કારણે શક્ય બન્યું છે. સૈન્યમાંથી નિવૃત્ત થયેલા જવાનોને સંસ્થા ઉદ્યમિતાની ટ્રેનિંગ આપે છે, જેથી તેઓ પોતનો બિઝનેસ શરૂ કરી શકે. સંસ્થાના સીઇઓ ઉલ્હાસ કામતે ભાસ્કરને જણાવ્યું કે દર વર્ષે અંદાજે 60,000 નિવૃત્ત જવાન નિવૃત્ત થાય છે. ઉંમર અંદાજે 30 વર્ષ હોય છે. ઉદ્યમી બનવા માટે આ જ યોગ્ય સમય હોય છે. સંસ્થાએ 2016થી અત્યાર સુધીમાં 50 જવાનને આંત્રપ્રેન્યોર બનવામાં મદદ કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

એકથી ત્રણ મહિનાની ટ્રેનિંગ : સંસ્થાના સીઇઓ ઉલ્હાસ કામતે જણાવ્યું



એકથી ત્રણ મહિનાની ટ્રેનિંગ : સંસ્થાના સીઇઓ ઉલ્હાસ કામતે જણાવ્યું કે 2016માં આઇ ક્રિએટ ઇન્ડિયાએ ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડિયન આર્મી વેટરન્સ સાથે એમઓયુ કર્યા હતા. દેશભરમાં 4 સેન્ટર પર દર મહિને 5 દિવસની વર્કશોપ થતી. ત્યાર બાદ મેન્ટર્સ દ્વારા 1 થી 3 મહિનાની વિશેષ ટ્રેનિંગ અપાય છે. બિઝનેસ શરૂ કર્યા બાદ કોઇ સમસ્યા આવે તો સલાહ અપાય છે. પ્રારંભિક મદદ માટે મેજિક ફંડ પણ શરૂ કરાયું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

રજનીકાંત અને એ આર મુરગદાસે મુંબઈમાં તેમની આગામી ફિલ્મ ‘દરબાર’નું



રજનીકાંત અને એ આર મુરગદાસે મુંબઈમાં તેમની આગામી ફિલ્મ ‘દરબાર’નું શૂટિંગ શરુ કરી દીધું છે.ફિલ્મમાં રજનીકાંત પોલીસ અધિકારીની ભૂમિકામાં હશે અને વાર્તા મુંબઈમાં સેટ હશે.ફિલ્મ આવતા વર્ષે પોંન્ગાલ પર રિલીઝ થશે.એ જ દિવસે એટલે કે 10 જાન્યુઆરીએ દીપિકા પાદુકોણની ‘છપાક’ અને અજય દેવગણની ‘તાનાજી’ પણ રિલીઝ થશે.જો રિલીઝ ડેટ્સમાં બદલાવ નહિ આવે તો ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ટકરાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

3- Post Production ઓન લોકેશન એડિટિંગ અને



3- Post Production ઓન લોકેશન એડિટિંગ અને ડબલ શિફ્ટમાં કામ

ફિલ્મને નક્કી કરેલા સમય પર લાવવાની એટ્લીજલ્દી હતી કે દિવસ-રાત ના જોવાયા. એ વાતની પુષ્ટિ સેટ અને એડિટિંગ રૂમના સૂત્રોએ કરી છે.સેટ પર જ ઓન લોકેશન એડિટિંગ થતી હતી.પોસ્ટ પ્રોડક્શન અને સ્પેશલ ઇફેક્ટ્સના કામ ડબલ શિફ્ટમાં થયા.આ બધી જ બાબતોના કારણે ફિલ્મ નક્કી કરેલા સમય પ્રમાણે પતાવવાનું કામ ટીમ પૂરું કરી શકી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી કે ફિલ્મ્સ કેટલા દિવસમાં શૂટ કરવી.



કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી કે ફિલ્મ્સ કેટલા દિવસમાં શૂટ કરવી. અમે સરબજીત અને મેરી કોમ 50 દિવસમાં પૂરી કરેલી. આ અમીર પ્રોડક્શન હાઉસની ફિલ્મ નથી ત્યારે 40 દિવસમાં ફિલ્મનું શૂટિંગ થઇ ગયું.મોટા સ્ટાર્સ બે વર્ષ સુધીની ઈદ અને ક્રિસ્મસની ડેટ બ્લોક કરી દેતા હોય છે.ત્યારે સવાલ ઉભા થતા નથી. તો અમારા ઉપર સવાલ કેમ પેદા થઇ રહ્યા છે.

સંદીપ એસ સિંહ,નિર્માતા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન, કોંગ્રેસમાં એકસરખો માહોલ હતો : અમિત શાહ



ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમની ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતા વિવિધ વિધાનસભા મત વિસ્તારના સોસાયટીના ચેરમેન, સભ્યોને મળ્યા હતા. તેમને સંબોધતા શાહે કહ્યું હતું કે, આ ચૂંટણી વ્યક્તિને ચૂંટવાની નથી,ભારતને મહાસત્તા બનાવવાની છે. આખો દિવસ તબક્કાવાર યોજાયેલી બેઠકમાં શાહે ભાજપની પાંચ વર્ષની કામગીરીની જાણકારી આપી હતી. શાહે એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી ત્યારે પાકિસ્તાન અને કોંગ્રેસના કાર્યાલય પર એક સરખો માહોલ હતો.

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી ઘાટલોડિયા, સાબરમતી, નારણપુરા વિધાનસભા વિસ્તારની સોસાયટીના ચેરમેન, સભ્યોને સંબોધ્યા હતા, જેમાં શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે ગરીબી દૂર કરી નથી, તમારે ભાજપને મત ગરીબી દૂર કરવા, સુરક્ષા, વિકાસ માટે આપવાનો છે. તમારા મતથી દેશ સન્માનજનક સ્થિતિમાં આવે તેટલા માટે તમારે મત આપવાનો છે તેવું સોસાયટીના સદસ્યોને સમજાવ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

સાંસ્કૃતિક વારસા થકી રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસે છે



પોરબંદર શહેરમાં સાંસ્કૃતિક વારસાનું દ્વિદિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. લુપ્ત થતી સંસ્કૃતિના પ્રદર્શનના માધ્યમથી પુન:જીવંત કરવાના આશયથી કલાક્ષેત્રે અને વિવિધ કાર્યક્રમોમાં મોખરાનું સ્થાન ધરાવતા ક્રીએટીવ ગૃપ તથા મહેર પરિવાર દ્વારા દ્વિદિવસીય સાંસ્કૃતિક વારસાના પ્રદર્શનનું આયોજન ચોપાટીના ગ્રાઉન્ડ ખાતે થયું હતું. મહેર સંસ્કૃતિનું પ્રદર્શન તથા ચિત્રકારોના ચિત્ર પ્રદર્શિત થયા હતા. નથુ ગરચરના રેતચિત્રની પાળીયાપૂજાના રેતશિલ્પ, ગ્રામ્ય વિસ્તારના વિવિધ પ્રકારના વાસણો, કોઠીઓ, પેટારાઓ, ઘરઘંટી, ગાડું, કૂવાપટની પનિહારી, ઘમ્મર વલોણું, પ્રાચીન વાજીંત્રો, ખેતીના ઓઝારો, ઢોલીયાઓ, માચીઓ, ચૂલા-તાવડી સહિતનું રાંધણીયું, વસ્ત્રો-ગોદડીઓ, ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિ અને કલાકારોના અદભુત ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક વારસો એ કોઈપણ પ્રજા અથવા રાષ્ટ્રનો ઐતિહાસિક, અમૂલ્ય વારસો છે તે અતીતનો આયનો અને વર્તમાનની ગતિ છે. ભવિષ્યનું સ્વપ્ન દર્શન છે. તે પૂર્વજોના જ્ઞાન અને અનુભવોનો સંચિત નિધી છે. સાંસ્કૃતિક વારસામાં સચવાયેલા મૂલ્યો, આદર્શો, પ્રણાલિકાઓ અને પરંપરાથી અવગત થવાય છે. આ સાંસ્કૃતિક વારસા થકી રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસે છે તેવું વક્તાઓએ જણાવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત થયા

જુના લગ્નગીતો, ફટાણા, મણીયારો રાસ, ઢાલ-તલવાર રાસ, અભિનય, સાંસ્કૃતિક વક્તવ્ય વગેરે કાર્યક્રમો પ્રસ્તુત થયા હતા. તેમજ નથુ ગરચરની રેતી ચિત્રની પાળીયાપૂજાના રેતશિલ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – the cultural heritage develops the spirit of national unity 062523

પોરબંદર-માંગરોળના દરિયામાં દીવની બોટ ડુબી



પોરબંદર-માંગરોળના મધદરિયામાં મધરાત્રે ડૂબી રહેલ દીવની બોટના 8 ખલાસીઓને બચાવવા કોસ્ટગાર્ડે રેસક્યુ હાથ ધર્યું હતું.

પોરબંદર-માંગરોળના મધદરિયે માછીમારી કરી રહેલી દીવની એક બોટમાં પાણી ભરાયું હોવાની જાણ માછીમારી કરી રહેલા ખલાસીઓએ વાયરલેસથી કોસ્ટગાર્ડ વિભાગને કરી હતી. બોટમાં પાણી ભરાયું હોય અને ખલાસીઓનો જીવ જોખમમાં હોવાની જાણ શનિવારે રાત્રે 12:50 કલાકે કરી હતી ત્યારબાદ કોસ્ટગાર્ડના જવાનો સી-445 બોટ લઈ તાત્કાલીક સમુદ્રમાં પહોંચી ગયા હતા. સમુદ્રમાં 3:15 મિનીટે ડૂબી રહેલી બોટના સ્થળે પહોંચી જઈ બોટને ડૂબતી બચાવવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. બોટનું તળીયું લીક થતા બોટમાં પાણી ભરાયું હોય જેથી ખલાસીઓ બોટમાંથી પાણી ઉલેચવા માટે પમ્પ મારફત સતત પ્રયાસો કરતા હતા. છતાં પણ પાણીની આવક બોટમાં ખૂબ જ વધુ થતી હોય જેની સરખામણીમાં પાણી ઉલેચવામાં પણ મુશ્કેલી પડતી હતી.

આ સમયે કોસ્ટગાર્ડના જવાનો આવી પહોંચ્યા હતા અને તેઓએ અન્ય 2 પમ્પ મૂકી ડૂબતી બોટને બચાવવા માટે બોટમાંથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરી હતી. 85 મિનીટ સુધી કોસ્ટગાર્ડના જવાનોએ જહેમત ઉઠાવી પરંતુ બોટની એક સાઈડમાંથી પાણી બોટમાં ઘૂસી ગયું હતું અને બોટે મધરાત્રે સમુદ્ર વચ્ચે જળસમાધી લીધી હતી. આ દરમિયાન બોટમાં રહેલ તમામ 8 ખલાસીઓએ સમુદ્રમાં ઝંપલાવ્યું હતું અને કોસ્ટગાર્ડના જવાનોએ સમુદ્રમાં કૂદેલ માછીમારોને રસ્સી અને બોયા ફેંકી બચાવી લીધા હતા અને વહેલી સવારે પોરબંદરની જેટી ખાતે તમામ ખલાસીઓને સહીસલામત લઈ આવવામાં આવ્યા હતા.

પોરબંદર | દરિયામાં બોટ ડુબી ગઇ પરંતુ કોસ્ટગાર્ડે તમામ ખલાસીઓને રેસ્કયુ કરી સહીસલામત બચાવી લીધા. તસ્વીર – ભાસ્કર

‘પ્રભુસાગર’ નામની બોટે લીધી જળસમાધી

પાણીમાં કૂદી પડેલ ખલાસીને તરતા પણ આવડતું ન હોય વધુ મુશ્કેલી

બોટે જળસમાધી લીધી આ સમયે 8 ખલાસીઓ સમુદ્રમાં કૂદી ગયા હતા, જેમાંથી એક ખલાસીને તરતા ન આવડતું હોવાને લીધે તેનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પરંતુ કોસ્ટગાર્ડના જવાનોએ પણ જહેમત ઉઠાવી આ ખલાસીનો જીવ બચાવી લીધો હતો.

પોરબંદર | દીવ ખાતે રહેતા લખમણભાઈ સોલંકીની માલિકીની ‘પ્રભુસાગર’ નામની બોટ નં. DD 02 MM 881 તા. 11 ના સવારે ફિશીંગ માટે સમુદ્રમાં નિકળી હતી. આ બોટે માંગરોળ નજીક સમુદ્ર વચ્ચે જળસમાધી લીધી હતી. 40 લાખની બોટ સહિત બોટમાં રહેલ જાળ, બોયા, માછલીનો જથ્થો વગેરે દરિયામાં ગરક થઈ ગયા હતા.

કોસ્ટગાર્ડના 2 પમ્પ અને ખલાસીઓના ડોક્યુમેન્ટ પણ દરિયામાં ડૂબી ગયા

બોટ હાલકડોલક થતી હોય અને દરિયો પણ ખરાબ હતો તેમજ રાત્રીનો અંધકારપટ હોવાથી બોટ ડૂબી ગઈ હતી જેમાં કોસ્ટગાર્ડના 2 પમ્પ તથા ખલાસીઓના ડોક્યુમેન્ટ જેવા કે આધારકાર્ડ, બોટના પાસ સહિતના દસ્તાવેજો ડૂબી ગયા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – sinking a boat of boats in porbandar mangrol sea 062519