પોરબંદર-માંગરોળના મધદરિયામાં મધરાત્રે ડૂબી રહેલ દીવની બોટના 8 ખલાસીઓને




પોરબંદર-માંગરોળના મધદરિયામાં મધરાત્રે ડૂબી રહેલ દીવની બોટના 8 ખલાસીઓને બચાવવા કોસ્ટગાર્ડે રેસક્યુ હાથ ધર્યું હતું.

પોરબંદર-માંગરોળના મધદરિયે માછીમારી કરી રહેલી દીવની એક બોટમાં પાણી ભરાયું હોવાની જાણ માછીમારી કરી રહેલા ખલાસીઓએ વાયરલેસથી કોસ્ટગાર્ડ વિભાગને કરી હતી. બોટમાં પાણી ભરાયું હોય અને ખલાસીઓનો જીવ જોખમમાં હોવાની જાણ શનિવારે રાત્રે 12:50 કલાકે કરી હતી ત્યારબાદ કોસ્ટગાર્ડના જવાનો સી-445 બોટ લઈ તાત્કાલીક સમુદ્રમાં પહોંચી ગયા હતા. સમુદ્રમાં 3:15 મિનીટે ડૂબી રહેલી બોટના સ્થળે પહોંચી જઈ બોટને ડૂબતી બચાવવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. બોટનું તળીયું લીક થતા બોટમાં પાણી ભરાયું હોય જેથી ખલાસીઓ બોટમાંથી પાણી ઉલેચવા માટે પમ્પ મારફત સતત પ્રયાસો કરતા હતા. છતાં પણ પાણીની આવક બોટમાં ખૂબ જ વધુ થતી હોય જેની સરખામણીમાં પાણી ઉલેચવામાં પણ મુશ્કેલી પડતી હતી. આ સમયે કોસ્ટગાર્ડના જવાનો આવી પહોંચ્યા હતા અને તેઓએ અન્ય 2 પમ્પ મૂકી ડૂબતી બોટને બચાવવા માટે બોટમાંથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરી હતી. 85 મિનીટ સુધી કોસ્ટગાર્ડના જવાનોએ જહેમત ઉઠાવી પરંતુ બોટની એક સાઈડમાંથી પાણી બોટમાં ઘૂસી ગયું હતું અને બોટે મધરાત્રે સમુદ્ર વચ્ચે જળસમાધી લીધી હતી. આ દરમિયાન બોટમાં રહેલ તમામ 8 ખલાસીઓએ સમુદ્રમાં ઝંપલાવ્યું હતું અને કોસ્ટગાર્ડના જવાનોએ સમુદ્રમાં કૂદેલ માછીમારોને રસ્સી અને બોયા ફેંકી બચાવી લીધા હતા અને વહેલી સવારે પોરબંદરની જેટી ખાતે તમામ ખલાસીઓને સહીસલામત લઈ આવવામાં આવ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

સત્ય-મેડિટેશન અાંતરિક દિવ્ય બુદ્ધિમતા સુધી પહોંચવાની ચાવી



સંત રાજિન્દર સિંહ પ્રમુખ, સાવન કૃપાલ રૂહાની મિશન

ધર્મગ્રંથો આપણને આજ સમજાવે છે કે આપણે ખરી જિંદગી જીવીએ.પરંતુ જેમ જેમ આપણે સદગુણોને પોતાની જીંદગીમાં ઉતારવાના પ્રયાસ કરીએ છીએ, તો લાગે છે આ પ્રકારે તો આપણે દુનિયામાં સફળ નહીં થઇ શકીએ. આપણને લાગે થે કે જે લોકો જુઠ્ઠુ બોલે થે , સત્ય સાથે નથી જીવતા, તે વધુ સારી જીંદગી જીવે છે.જીંદગીમાં સદગુણોને ઉતારવાથી આપણી સામે મુશ્કેલીઓ આવા લાગે છે તેવું આપણને લાગતું હોય છે. પરંતું સ્તય શું છે, વાસ્તવિક સફળતા શું છે? જેવું ગરૂવાણીમાં કહ્યું છે આદિ, સચુ, જુગાદિ સચુ. હૈે પણ સચુ, નાનક હોસી ભી સચ. જે સત્ય છે તે સૃષ્ટિના પ્રારંભે પમ સત્ય જ રહેશે.જો આપણે એ સત્યને જાણી શકીએ તો આપણી જીંદગી સફળ થઇ જશે. જો આપણું પ્રત્યેક કાર્ય, દરેક વિચાર, , પ્રત્યેક બોલ, સત્યથી ભરપુર હશે તો જીંદગી સફળ થવાની શરૂઆત આપો આપ થઇ જશે.આ હકીકત છે કે સત્ય આપણને પોતાના આત્મા સુધી લઇ જશે, જેના સમૃદ્ધ ગુણોમાંથી એક છે બુદ્ધિમતા. આનું આચરણ આપણને સમૃદ્ધ બનાવવાની સાથે આપણી જીંદગીને પણ બદલી શકે છે.આ આંતરિક બુદ્ધિમતા આપણા માટે કોઇપણ સમયે મેડિટેશનના માધ્યમથી ઉપલબ્ધ છે. આ એ બુદ્ધિમતા નથી જે વ્યાખ્યાન સાંભળવા – પુસ્તકો વાંચવાથી મળે. તે તો બૌદ્ધિક જ્ઞાનથી જ આવે છે. જ્યારે દિવ્ય બુદ્ધિમતાનું આચરણ કરીએ છીએ તો આપણે સાર્વભૌમિક ચેતનાની અવસ્થામાં પહોંચી જઇએ છીએ, જ્યા જીવનના રહસ્યો તેમજ જીંદગીના ઉદ્દેશની જાણકારી પ્રાપ્ત થતા જીવન નિર્થક ઘટનાઓની શૃંખલા નથી લાગતું.

જીવનયાત્રા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – the key to reaching the truth meditating outward divine wisdom 062046

સફળતાને લક્ષ્ય ન બનાવો, જેમાં મન લાગતું હોય તે કરો



હું કુરુક્ષેત્ર (હરિયાણા) જિલ્લામાં સ્થિત શાહાબાદ મારકંડા નામના નાના ગામની રહેવાસી છું. મેં શ્રી ગુરુનાનક પબ્લિક હાઇસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે હું 4 વર્ષની હતી. સ્કૂલમાં ઘણી છોકરીઓ અભ્યાસ સાથે હોકીની પ્રેક્ટિસ કરતી હતી. રોજ તેમને આમ કરતી જોઇને મને પણ હોકી રમવાની ઇચ્છા થતી હતી પણ હું બહુ નાની હતી. મારા જેવી ગરીબ છોકરીઓ ઘરની બહાર માટીમાં રમવા સુધી જ સીમિત રહે છે પણ હું માત્ર હોકી રમવાના સપનાં જોવા લાગી. થોડા વર્ષો વીતતાં હું 7-8 વર્ષની થઇ તો એક દિવસ પિતાજી સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી દીધી કે સ્કૂલમાં બધી છોકરીઓ હોકી રમે છે, હું પણ રમીશ. આટલું સાંભળતાં જ તેમણે મને સખત ઠપકો આપ્યો. કહ્યું- આપણે ત્યાં છોકરીઓ રમવા નથી જતી. તે સમય એવો હતો કે જ્યારે અમારા સમાજની છોકરીઓ માટે રમવાનું તો દૂરની વાત રહી, સ્કૂલે જવા સામે પણ વિરોધ થતો. હું નિર્ધાર કરી ચૂકી હતી કે હોકી તો જરૂર રમીશ. જીદ પર અડગ રહી અને ખાવા-પીવાનું છોડી દીધું. આખરે પિતાજી માની ગયા. તેઓ મને હોકીના દ્રોણ કહેવાતા કોચ બલદેવ સિંહ પાસે લઇ ગયા તો તેમણે તરત મને હોકી પકડાવી દીધી. તેઓ હોકીની એબીસીડી શીખવવા સાથે ખૂબ આકરી મહેનત કરાવતા હતા. તેમનું કોચિંગ સવારે 5 વાગ્યે શરૂ થતું હતું. પિતાજી મને ગ્રાઉન્ડ પર છોડીને ત્યાંથી જ કામ પર નીકળી જતા. હું હોકી શીખવા જતી હોવાથી અમારા બધા સંબંધીઓ નારાજ થઇ ગયા. મારા કારણે માતાએ જાત-જાતનાં મહેણાં-ટોણાં સાંભળવા પડતા હતા. પિતાજીને બધા કહેતા કે તેં દીકરીને આટલી આઝાદી આપીને અમારું અને સમાજનું નાક કપાવ્યું છે. મને સમજાતું નહોતું કે આટલી નાની ઉંમરમાં મારા કારણે કોઇનું નાક કેવી રીતે કપાઇ શકે? પિતાજીને કોચે સમજાવ્યા બાદ તેમણે કોઇની પરવા ન કરતાં કહ્યું કે તું તારી રમત પર ધ્યાન આપ. હું હોકી રમવા લાગી હતી પણ એક મોટી પરેશાની એ હતી કે ડાયટ માટે અમારી પાસે પૈસા નહોતા. પિતાજી ઘોડાગાડી ચલાવીને માંડ પરિવારનું ભરણપોષણ કરતા હતા.

વરસાદમાં અમારા ઘરોમાં પાણી ભરાઈ જતું, ત્યારે અમે ખૂણામાં બેસીને પાણી ઉતરવાની રાહ જોતા. અમારો વિસ્તાર નાનો હોવાથી પિતાને ક્યારેક કામ પણ મળતું નહોતું. આ સ્થિતિમાં પિતા મારા ડાયટ માટે રાત-દિવસ મહેનત કરતા, પરંતુ મારા માટે ફ્કત નામના જ ડાયટની વ્યવસ્થા થઈ શકતી. મારી મહેનત અને રમત જોઈને મારા કોચ મારાથી ખૂબ પ્રભાવિત હતા. તેઓ પિતાને કહેતા કે, એક દિવસ આ છોકરી તમારા પરિવારનું નામ રોશન કરશે. બળદેવ સરે ફ્રી કોચિંગ સાથે ખેલ અકાદમીમાંથી મને કિટ અપાવી હતી. એક-બે વર્ષ હું એકલી જ ગ્રાઉન્ડ પર પહોંચી જતી. પિતાએ ગમે તેમ કરીને એક સાયકલની વ્યવસ્થા કરી હતી. એ પછી મેં પાછું વળીને નથી જોયું. હું ગરીબાઈ સામે લડીને આગળ વધી રહી હતી અને મારી મહેનત રંગ લાવી. એક દિવસ સપનું સાકાર થયું અને અમને નેશનલ ટીમમાં સ્થાન મળી ગયું. ત્યારે મારી ઉંમર ફક્ત 14 વર્ષ હતી. એશિયા ચેમ્પિયનશિપમાં મને ‘બેસ્ટ સ્કોરર એન્ડ યંગેસ્ટ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો. ત્યાર પછી 2010માં કોમનવેલ્થ ગેમ્સમાં બેસ્ટ સ્કોરર અને એજ વર્ષે વર્લ્ડ કપમાં પણ બેસ્ટ સ્કોરર રહી. મારા જેવી સામાન્ય છોકરી માેટટ વિદેશમાં ફરવું, ત્યાં દેશ માટે રમીને નામ કમાવવું જાણે કોઈ સપનાં જેવું લાગી રહ્યું હતું. પછી મને વર્લ્ડ 11 અને એશિયા 11માં સ્થાન મળ્યું. ફોરવર્ડ પોઝિશન પર રમવાનું શરૂ થતાં મને રમત નિખારવાની તક મળી. પછી તો એવું થયું, જે વિશે મેં વિચાર્યું પણ નહોતું. મને મહિલા હોકી ટીમની કેપ્ટન બનાવાઈ. ફક્ત 23 વર્ષની ઉંમરે મારા ખભા પર જવાબદારી નાંખી દેવાઈ. મને લાગે છે કે, સફળતા લક્ષ્ય ના હોઈ શકે. બસ, એ જ કરતા રહો, જેને તમે પ્રેમ કરો છો. જેમાં તમારું દિલ લાગે છે અને જેમાં તમે વિશ્વાસ કરો છો. આ રીતે કેપ્ટનશિપ મળ્યા પછી અમે એશિયા કપ જીતી લીધો. ભારતને 13 વર્ષ પછી આવી સફળતા મળી હતી. ત્યારે સ્વદેશ પરત ફરતી વખતે અમારું એટલું જોરદાર સ્વાગત થયું, જેવું ક્રિકેટ ટીમનું થાય છે. હવે હું 25 વર્ષની છું. હું ઈચ્છું છું કે, અમારી ટીમ વર્લ્ડ કપ જીતે અને ઓલિમ્પિકમાં પણ અમે ફરી ચમકીએ. એશિયા કપ જીત્યા પછી મને રાજ્ય અને કેન્દ્ર તરફથી ઢગલાબંધ ઈનામો મળ્યા. અર્જુન અને ભીમ એવોર્ડ મળતા રેલવેમાં નોકરી મળી. થોડા સમય પછી એ નોકરી છોડીને હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની હોકી કોચ બની ગઈ. નાનપણમાં લીધેલા નિર્ણયો અને પિતાના સાથથી એ શક્ય બન્યું. હવે મારા પિતાને હવે આકરી મહેનત કરવી નથી પડતી. મારી મહેનતથી મળેલા પૈસાથી અમે નવું ઘર બનાવ્યું છે. જે લોકો અમારી ટીકા કરતા હતા, તે સગા-સંબંધી ખુદ કોલર ઊંચા કરીને કહે છે કે, રાની અમારા પરિવારની છોકરી છે. પુત્રીઓ કોઈનાથી કમ નથી હોતી. (કુરુક્ષેત્ર બ્યુરો ચીફ સંજીવ રાણા સાથેની વાતચીતના આધારે)

રાની રામપાલ

ભારતીય મહિલા હોકી

ટીમની કેપ્ટન

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

ઇનોવેશન કરવું હોય તો આંકડાઓને ધ્યાનથી વાંચો



આં કડાઓની વાર્તા: સૌ પહેલા આ તથ્ય જાણી લો કે માર્ગ અકસ્માતના બનાવોનો ભોગ 51 ટકા પગપાળા જનારા બનતા હોય છે. મુંબઇના બે પ્રમુખ હાઇવે ને જ જુઓ. વેસ્ટર્ન અને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, જે જીવલેણ અકસ્માતોની દ્રષ્ટિએ જાણીતા છે. 2018માં જ 475 લોકોના મૃત્યુ નીપજ્યા હતા જેમાં 51 ટકા પગપાળા જનાર, જ્યારે 41 ટકા બાઇકસવાર અને તેની પાછળની સીટ પર બેસનાર હતા.આ આંકડાઓ એ તથ્યોનો ભાગ છે જે બ્લૂમબર્ગ ફિલેન્થ્રોપિઝે તૈયાર કર્યા છે. આ સંસ્થા મુંબઇ ટ્રાફિક પોલીસ અને બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળીને કામ કરે છે. પગપાળા ચાલનારાઓ પૈકીના 58 ટકાને ત્રણ પૈડા અથવા ચાર પૈડાવાળા વાહનોએ ટક્કર મારી હતી ,જ્યારે અન્ય 26 ટકાને મોટરસાયકલે ટક્કર મારી. પગપાળા જનારાની સાથે થયેલ જીવલેણ અકસ્માત માટે બસ તો માત્ર 6ટકા ઘટના માટે જવાબદાર હતી. જાણવા મળ્યા પ્રમાણે કામકાજના દિવસોમાં વધુ બનાવો રાત્રિના 8-9 કલાક અને વીકએન્ડમાં બપોરે 2-3 કલાકની વચ્ચે સર્જાયા હતા.જો કે 2018માં થયેલ 475 મૃત્યુમાં 15 મોત દારૂ પીને ડ્રાઇવિંગ કરવાથી થઇ હતી જે લગભગ ત્રણા ટકા હોય છે.મુંબઇ એ દસ શહેરોમાંથી છે જેને બ્લૂમબર્ગ ફિલેન્થ્રોપિઝે વધુ સારી સુરક્ષા માર્ગ પધ્ધતિ અપનાવવા માટે પાંચ વર્ષિય કાર્યક્રમ અંતર્ગત પસંદ કર્યું છે.તેમનું કહેવું છે કે વર્તમાનમાં કોઇ પણ શહેરમાં માર્ગને માત્ર વાહનોને ધ્યાનમાં રાખીને બનાવાય છે, જેમાં પગપાળા જતાં લોકોનો કોઇ અભિપ્રાય લેવામાં આવતો નથી.તેમનું કહેવું છે કે જો સ્થાનીય સ્વાયત્ત સંસ્થાઓ સૌથી વધુ જોખમવાળા લોકોને ધ્યાનમાં રાખીને રોડની ડિઝાઇન બનાવે તો ડિઝાઇનને સમગ્ર વપરાશકારો માટે તૈયાર કરાયેલી ડિઝાઇન કહી શકાય.જાણવું રહ્યું કે પ્રાણઘાતક અકસ્માતોમાં 93 ટકા આ લોકો જ ભોગ બનતા હોય છે. અભ્યાસમાં બ્લૂમબર્ગ ફિલેન્થ્રોપીઝની સાથે જોડાયેલ વર્લ્ડ રીસોર્સ ઇન્સ્ટિટ્યુટ ઇન્ડિયાએ જણાવ્યું છે કે સમગ્ર માર્ગ પર ફૂટપાથ બનાવવા જોઇએ અને ક્રોસિંગ પર પણ પુરતી સુરક્ષા જરૂરી છે તેમજ પગપાળા જતા લોકો માટે રેફ્યુઝ આઇલેન્ડની પણ યોગ્ય પ્રકારે ડિઝાઇન કરવામાં આવી જોઇએ.

ઇનોવેશનની વાર્તા: ઉપરોક્ત આંકડાઓ બધા માટે ઉપલબ્ધ છે અને વિભિન્ન એજન્સીઓ દ્વારા અપાયેલા સૂચનો પર સ્થાનીય સ્વાયત્ત સંસ્થાઓ આ બાબતે વિચાર કરી શકે છે. પણ IIT મુંબઇમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનમાં એમટેક કરનાર ડિનોઝ જોસફે એક પોર્ટેબલ રૂમ બનાવ્યો છે.તેનો ઉપયોગ તકલીફવાળા અને દુરના વિસ્તારોમાં કરી શકાય છે.આ પોર્ટેબલ ઓટીમાં એક મચ્છરદાનીની માફક 2.5 x1.8મીટરનો પ્લાસ્ટિકનો રોગાણુહીન (સ્ટરાઇલ) કરેલ એન્ક્લોઝર છે. આ યુનિટમાં સર્જિકલ ગાઉન, એક ટેબલ, એક હેન્ડવોશ યુનિટ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ, એર પ્યોરીફાયર અને મિની એરકંડિશનર પણ છે.આ પ્રોડકટને વિક્ટર મેનેજીસ કન્વેન્શન સેન્ટરમાં આયોજીત પાંચમાં વર્ષિય મેડિકલ ડિવાઇસ એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.આનું આયોજન ઇન્સ્ટિટ્યુટના બાયોમેડિકલ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી(ઇનક્યુબેશન)સેન્ટરે કર્યું હતું.આ ડિવાઇસ અંદાજીત 25 કિલોગ્રામ વજન ધરાવે છે અને તે કોઇપણ બેકપેકમાં સરળતાથી સમાઇ શકે છે. જોસેફે પોતાના આ ઇનોવેશનની પેટેન્ટ મેળવવા માટે આવેદન કર્યું છે. ડિવાઇસના ટેસ્ટિંગ માટે પૈરાટ્રૂપર સર્જનની એક ટીમની સાથે પણ કામ કરી રહ્યા છે. હાલ તો પોર્ટેબલ ઓટી જટિલ ઓપરેશનના બદલે માત્ર જનરલ સર્જરી અને સી સેક્શન માટે ઉપયોગી છે. પણ આ ડિવાઇસને ગમે ત્યારે વધુ આધુનિક બનાવી શકાય છે.

એન. રઘુરામન

[email protected]

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – if you want to do innovation then read the numbers carefully 062039

વડોદરામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબ




વડોદરામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબ અને નવચેતના ફોરમ દ્વારા યોજાયેલી બિનરાજકીય મતદાન જાગૃતિ રેલીમાં 200થી વધુ સંગઠનો જોડાતાં વર્લ્ડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન મળ્યું છે. મહત્તમ મતદાન થાય તે માટે પ્રયાસો કરવા એ આપણા સૌનું કર્તવ્ય છે. વડોદરામાં મહત્તમ મતદાન થાય અને ઉચ્ચ મતદાનનો વિક્રમ રચાય તે માટે રેલી યોજવા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચૂંટણી પંચ પાસે પરવાનગી માંગી હતી કે જે દેશમાં પ્રથમ વખત આ પ્રકારની અરજી હતી. માંડવી ગેટથી શરૂ થયેલી આ રેલીમાં કિન્નર સમુદાયના સદસ્યો સોળે શણગાર સજીને જોડાયા હતા તો નામાંકિત કલાકારો-નૃત્યકારો પરંપરાંગત વેશભૂષામાં જોડાયા હતા.આ સિવાય, 100થી વધુ તબીબો સ્ટેથોસ્કોપ ધારણ કરીને, વકીલો તેમની ઓળખ સમી કાયદાના પ્રતીકવાળી ટાઇ પહેરીને, 200 અંબરિષ યોગીઓ સહિત ધાર્મિક સંસ્થાના અનુયાયીઓ, વિવિધ ધાર્મિક સંસ્થાના આગેવાનો, વ્યાયામવીરો, દિવ્યાંગો પણ પ્લેકાર્ડ સાથે જોડાયા હતા.મૃદંગ શરણાઇવાદકોએ રેલીનું નેતૃત્વ લીધું હતું અને કલેકટર કચેરી સ્થિત કોઠી બિલ્ડિંગ ખાતે સમાપન થયું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

અંકલેશ્વરમાં રાષ્ટ્રીય અગ્નિશમન દિવસના દિવસે જ આગનું તાંડવ જોવા મળ્યું



અંકલેશ્વરમાં રાષ્ટ્રીય અગ્નિશમન દિવસના દિવસે જ આગનું તાંડવ જોવા મળ્યું હતું. નોબલ માર્કેટમાં એક સાથે 3 થી વધુ ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ મચી હતી. આગ બુઝાવવામાં 3 ફાયર ફાઇટરથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. એક કલાક સુધી માર્કેટમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગોડાઉનમાં રહેલ લાકડા અને પુઠ્ઠાંના કારણે આગ વિકરાળ બનતાં ધુમાડાના ગોટે ગોટા દુર દુર સુધી દેખાયાં હતાં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

પાલનપુરથી 10 કિલોમીટરના અંતરે આવેલ જૂના લક્ષ્મીપુરા ગામમાં અંદાજે 200થી



પાલનપુરથી 10 કિલોમીટરના અંતરે આવેલ જૂના લક્ષ્મીપુરા ગામમાં અંદાજે 200થી વધુ શિક્ષિત પટેલ યુવકોએ લગ્ન કરાવતા દલાલોની ચુંગલમા ફસાઈને પત્નીની સાથોસાથ નાણા, દાગીના જ નહીં સમાજમાં આબરૂ પણ ગુમાવ્યાના કિસ્સા જોવા મળ્યા છે. જ્યારે આજે પણ 150 જેટલા યુવકો પાત્ર ના મળતા કુંવારા છે. 32 થી 38 વર્ષની ઉંમર છતા લગ્ન અશક્ય જણાતા દલાલો મારફતે રૂ 1લાખથી 5 લાખ સુધીનો ખર્ચ કરીને 350થી વધુ યુવકો આદિવાસી,ઠાકોર સહિત જ્ઞાતિની યુવતીઓ લાવ્યા છે જેમા અંદાજીત 200 જેટલા યુવકોને લગ્નના ગણતરીના દિવસો,મહિનાઓમા પત્ની છોડીને જતી રહી છે જ્યારે કેટલાક કિસ્સામા બાળકો મૂકીને ગઇ છે. સરપંચ અશોકભાઇ પટેલે કહ્યું કે, લગ્ન રજીસટર થતા ન હોઇ પોલીસ ફરિયાદ દાખલ કરી શકતા નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

કાંકરેજ તાલુકાના ભદ્રવાડીના ભરતજી નાથાજી ઠાકોર 17 ફેબ્રુઆરી,2019ના રોજ મહેસાણામા



કાંકરેજ તાલુકાના ભદ્રવાડીના ભરતજી નાથાજી ઠાકોર 17 ફેબ્રુઆરી,2019ના રોજ મહેસાણામા લગ્ન કરાવતી ઉષાના સંપર્કમા આવ્યા હતા. તેણે પોતાની પુત્રી તરીકે ઓળખ આપીને બતાવેલી યુવતી પસંદ આવતા લગ્ન માટે હાથઉછીના લાવેલ રૂ. 1.20 લાખ ઉષાને આપ્યા હતા.ત્યાર બાદ તેને લગ્નની ખરીદી માટે 3 દિવસ માટે યુવતીને ભરતજીના ઘરે મોકલી હતી અને તેણે રૂ. 50હજારની ખરીદી કરી હતી. ત્યાર બાદ ગત 22 ફેબ્રુઆરીએ ઉષા પાસે જઈ યુવકે લગ્નની તૈયારીઓ થઇ ગઇ હોય તો કોર્ટમા મેરેજ કરી લઇએ તેમ કહેતાની સાથે જ યુવકને લગ્નના બદલે માર મળતા શહેર એ ડિવિજન પોલીસમા અરજી આપી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

ખેરાલુના જયેશ મહેતાએ પરિવારના દબાણના વશ થઈને દાંતાના હાથીપગલાગામની યુવતી



ખેરાલુના જયેશ મહેતાએ પરિવારના દબાણના વશ થઈને દાંતાના હાથીપગલાગામની યુવતી અંજલી ઇશ્વરભાઇ તરાલ પસંદ કરી હતી. યુવતી પસંદ આવ્યા બાદ લગ્ન થયા. એ પહેલા 1 લાખ રૂપિયા ચૂકવાયા. લગ્નને માંડ 17 દિવસ થયા બાદ પિયરથી પરત ફરેલી અંજલી ગત 15 ડિસેમ્બર,2018ના રોજ ભાઈને ત્યાં લોકિક વિધિ માટે જવાનું નીકળી હતી. જો કે એ પછી અંજલી પાછી ફરી નહીં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

તીર્થધામ સારંગપુરમાં સ્વામિનારાયણ જયંતીની ભવ્ય ઉજવણી



ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આજના દિવસે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને છપૈયા ગામમાં પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો હતો. તેની સ્મૃતિમાં તીર્થધામ સારંગપુર ખાતે 238મી સ્વામિનારાયણ પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વહેલી સવારથી BAPS સ્વામિનારાયણ મંદિરનું પ્રાંગણ હરિભક્તોની ભીડથી છલકાતું હતું. BAPS ના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજ હાલ સારંગપુર ખાતે બિરાજે છે. તેમની પ્રાતઃપૂજાના દર્શનનો લ્હાવો સૌ ભક્તોને સાંપડ્યો. સાથે સાથે એક એતિહાસિક પ્રસંગ પણ બની ગયો. સ્વામિનારાયણ ભગવાનનો આશરો ગ્રહણ કરતી વખતે ભક્તોને બોલાવવામાં આવતો વર્તમાન દીક્ષા મંત્ર તેનું પ.પૂ. મહંતસ્વામી મહારાજે વિધિવત્ શુભારંભ કર્યો હતો. આ નૂતન મંત્રથી વર્તમાન દીક્ષા ધારણ કરનાર સભામાં ઉપસ્થિત સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

બપોરે 12.00 વાગે મંદિરમાં રામચન્દ્ર ભગવાનના જન્મોત્સવની મહાઆરતી કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન મંદિરમાં વિવિધ કથાપ્રસંગોનો દોર શરૂ રહ્યો હતો. સાંજે 7.00 વાગે મુખ્ય ઉત્સવ સભાનો પ્રારંભ થયો હતો. જેમાં સંસ્થાના વિદ્વાન સંતો પૂ. આત્મતૃપ્ત સ્વામી, પૂ. આદર્શજીવન સ્વામી, પૂ. ભક્તિસાગર સ્વામી, પૂ. નારાયણમુનિ સ્વામી, પૂ. ભદ્રેશ સ્વામી અને પૂ. ડૉક્ટર સ્વામીએ સુંદર કથામૃતનો લાભ આપ્યો હતો.

જેમાં ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી પર પ્રગટ થઈને આપણા પર કરેલા ઉપકારોને યાદ કરવામાં આવ્યા હતા. તે દરમ્યાન પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંતસ્વામી મહારાજે સભામાં પ્રવેશ કર્યો. તેઓના આગમનથી હજારો ભક્તો અને સંતોમા ઉત્સાહ છવાઈ ગયો. આ ઉત્સવનો સભામંચ પણ ખૂબ આકર્ષક હતો. વિવિધ કળા-કોતરણી, કમાનો અને રંગીન લાઈટોથી સુશોભિત મંચ સાક્ષાત્ અક્ષરધામની સ્મૃતિ કરાવતું હતું. પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વાદ વહાવતાં જણાવ્યું કે, ‘આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ સ્વયં પૃથ્વી પર પધાર્યા અને આપણને તેમનો આશરો થયો માટે આપણા ભાગ્યનો પાર નથી.

આપણે ખરેખર ધન્ય થઈ ગયા છીએ. તેમને અક્ષરપુરુષોત્તમ ઉપાસના આપી. આપણે પોતાને અક્ષર માનવાનું છે તો જ પુરુષોત્તમનો સંબંધ થાય. ભગવાન સિવાય બીજું બધું નિરર્થક છે માટે ભગવાનને વિષે પ્રીતિ કરીને જીવન સફળ કરી લેવું.’ ત્યારબાદ તેઓએ શ્રીહરિ જયંતીની મુખ્ય આરતી ઉતારી હતી. આ રીતે સમગ્ર દિવસ દરમ્યાન નિર્જળ ઉપવાસ સાથે ભજન-કીર્તન કરીને સારંગપુરમાં સૌએ ધામધૂમથી રામનવમી અને શ્રીહરિજયંતીની ઉજવણી કરી હતી.

વિધિવત્ જયંતી ઉત્સવનો શુભારંભ કરવતા પ.પૂ. મહંતસ્વામી મહારાજ

આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ સ્વયં પૃથ્વી પર પધાર્યા અને આપણને તેમનો આશરો થયો માટે આપણા ભાગ્યનો પાર નથી : પ.પૂ. મહંતસ્વામી

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Barvala News – swaminarayan jayanti39s grand celebration in tirthankar sarangpur 060014


Barvala News – swaminarayan jayanti39s grand celebration in tirthankar sarangpur 060014