નાકમાંથી લોહી નીકળતું હોય છતાં દવા ખાઈને મહિલાઓ પાણી ભરવા જાય છેમહિલાઓમાં લોહીની અછત, દિવસે મજૂરી અને રાત પાણી લાવવામાં જાય છે. પાના નં. 18

ઉસ્માનાબાદ | દેશનું સૌથી વધુ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર મહારાષ્ટ્રનું મરાઠાવાડા છે. આ તસવીર ત્યાંના એક ગામ ખુદાવાડીની છે. તસવીરમાં દેખાય છે તેમ મહિલાઓએ 30 ફૂટ ઊંડા કૂવામાં ઊતરવું પડે છે. હજુ તો ગરમીની શરૂઆત છે પરંતુ અહીં પાણીની ભયંકર તંગી શરૂ થઈ ગઈ છે.

મહિલા પડી ગઈ, ફ્રેક્ચર થયું

હાલમાં 70 વર્ષીય કોન્ડાબાઈ પાણી ભરતા સમયે કૂવામાંથી પડી જતાં તેના કમરનું હાડકું તૂટી ગયું.

મરાઠાવાડના તમામ ગામોમાં મહિલાઓ 44-45 ડિગ્રી ગરમીમાં 3-4 કિલોમીટર ચાલી પાણી લાવે છે.

મોટાભાગની મહિલાઅોમાં લોહીની અછત છે. પાણી લાવતાં સમયે નાકમાંથી લોહી પણ આવે છે. કમરદર્દ રહે છે છતાં દવા ખાઈને તેઓ પાણી ભરે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – although blood is being released from the nose women go to water after consuming the medicine 062053