‘મારા મતે ભગવાન રામ આજના શાસ્ત્રમાં આદર્શ છે. રામે કહ્યું



‘મારા મતે ભગવાન રામ આજના શાસ્ત્રમાં આદર્શ છે. રામે કહ્યું હતું કે, હું મારી પ્રજા માટે સીતાનો પણ ત્યાગ કરી શકું, પ્રજા માટે મારી સત્તાનો પણ ત્યાગ કરી શકું છું. આજના રાજા અને અધિપતિ તેમજ શાસકોમાં ભગવાન રામ જેવા આદર્શ હોવા જ જોઈએ. જનતાના કલ્યાણ માટે તેમણે જેટલું ગુમાવવું પડે તેટલું ગુમાવવું જોઈએ.’

રામનવમીની ઉજવણી વિશ્વમાં દરેક જગ્યાએ થતી હોય છે, પરંતુ હું તો માનુ છુ કે , રામનવમીના દિવસે રામનો નહીં રામચરિત્ર માનસનો જન્મ થયો હતો. મારા માટે તો દરેકના હૃદયમાં રામનવમીની ઉજવણી થાય તે જ સૌથી મોટી રામનવમી છે. આજના દિવસે રામચરિત્ર માનસનો પણ જન્મ થયો હતો. આપણે તો રામને જોયા નથી પણ માનસ કેરું રૂપ જોયું છે. રામને આપણે સ્પર્શ્યા નથી પણ રામચરિત માનસને રોજ હાથમાં લઈ તેનું વાંચન કરીએ છીએ.

ભગવાન રામ સૂર્યના પણ સૂર્ય છે અને સૂર્યની જરૂર બધાને પડતી જ હોય છે. મારા મતે રામનવમી સૌથી મોટો પર્વ છે. જેમાં રામનું સત્ય, રામનો પ્રેમ અને રામની કૃપાની ઉજવણી કરવામાં આવતી હોય છે. ભગવાન રામ તો સમગ્ર વિશ્વનો આત્મા છે. રામ વિના જગતમાં કશું જ નથી. રામનું મહત્ત્વ કોઈ સ્વીકારે કે ન સ્વીકારે પરંતુ તેમાં એક આત્મા છે. સમગ્ર વિશ્વમાં ભગવાન રામના ભક્તો છે. ત્યાં પણ લોકો રામને એટલો જ પ્રેમ કરે છે. જીવન જીવવા જેટલું મહત્ત્વ શ્વાસનું છે તેટલું જ મહત્ત્વ આપણા જીવનમાં ભગવાન રામનું હોવું જોઈએ. ભગવાન રામનાં રહસ્યો તેમના કાળમાં 9 લોકો જાણી શક્યા હતા. આપણી પાસે જે વાલ્મિકી રામાયણ અને તુલસી રામાયણ છે તેમજ તેમાં જે પ્રસંગોનો ઉલ્લેખ છે તેનાથી જ આપણે પરિચિત છીએ. બાકી અંગીક રહસ્ય સાથે રહેનારા પણ નથી સમજી શક્યા. રામ સાથે આપણે વાત તો નથી કરી શક્યા, પણ રામચરિત્ર માનસની ચોપાઈઓ, પ્રસંગો રોજ સાંભળીએ છીએ. રામનવમીની જનતાને વધાઈ. જય શ્રી રામ.

(મોરારિ બાપુની સંકેત ઠાકર સાથે થયેલી વાતચીતને આધારે)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today