એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન, કોંગ્રેસમાં એકસરખો માહોલ હતો : અમિત શાહ



ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમની ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતા વિવિધ વિધાનસભા મત વિસ્તારના સોસાયટીના ચેરમેન, સભ્યોને મળ્યા હતા. તેમને સંબોધતા શાહે કહ્યું હતું કે, આ ચૂંટણી વ્યક્તિને ચૂંટવાની નથી,ભારતને મહાસત્તા બનાવવાની છે. આખો દિવસ તબક્કાવાર યોજાયેલી બેઠકમાં શાહે ભાજપની પાંચ વર્ષની કામગીરીની જાણકારી આપી હતી. શાહે એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી ત્યારે પાકિસ્તાન અને કોંગ્રેસના કાર્યાલય પર એક સરખો માહોલ હતો.

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી ઘાટલોડિયા, સાબરમતી, નારણપુરા વિધાનસભા વિસ્તારની સોસાયટીના ચેરમેન, સભ્યોને સંબોધ્યા હતા, જેમાં શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે ગરીબી દૂર કરી નથી, તમારે ભાજપને મત ગરીબી દૂર કરવા, સુરક્ષા, વિકાસ માટે આપવાનો છે. તમારા મતથી દેશ સન્માનજનક સ્થિતિમાં આવે તેટલા માટે તમારે મત આપવાનો છે તેવું સોસાયટીના સદસ્યોને સમજાવ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

સાંસ્કૃતિક વારસા થકી રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસે છે



પોરબંદર શહેરમાં સાંસ્કૃતિક વારસાનું દ્વિદિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. લુપ્ત થતી સંસ્કૃતિના પ્રદર્શનના માધ્યમથી પુન:જીવંત કરવાના આશયથી કલાક્ષેત્રે અને વિવિધ કાર્યક્રમોમાં મોખરાનું સ્થાન ધરાવતા ક્રીએટીવ ગૃપ તથા મહેર પરિવાર દ્વારા દ્વિદિવસીય સાંસ્કૃતિક વારસાના પ્રદર્શનનું આયોજન ચોપાટીના ગ્રાઉન્ડ ખાતે થયું હતું. મહેર સંસ્કૃતિનું પ્રદર્શન તથા ચિત્રકારોના ચિત્ર પ્રદર્શિત થયા હતા. નથુ ગરચરના રેતચિત્રની પાળીયાપૂજાના રેતશિલ્પ, ગ્રામ્ય વિસ્તારના વિવિધ પ્રકારના વાસણો, કોઠીઓ, પેટારાઓ, ઘરઘંટી, ગાડું, કૂવાપટની પનિહારી, ઘમ્મર વલોણું, પ્રાચીન વાજીંત્રો, ખેતીના ઓઝારો, ઢોલીયાઓ, માચીઓ, ચૂલા-તાવડી સહિતનું રાંધણીયું, વસ્ત્રો-ગોદડીઓ, ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિ અને કલાકારોના અદભુત ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક વારસો એ કોઈપણ પ્રજા અથવા રાષ્ટ્રનો ઐતિહાસિક, અમૂલ્ય વારસો છે તે અતીતનો આયનો અને વર્તમાનની ગતિ છે. ભવિષ્યનું સ્વપ્ન દર્શન છે. તે પૂર્વજોના જ્ઞાન અને અનુભવોનો સંચિત નિધી છે. સાંસ્કૃતિક વારસામાં સચવાયેલા મૂલ્યો, આદર્શો, પ્રણાલિકાઓ અને પરંપરાથી અવગત થવાય છે. આ સાંસ્કૃતિક વારસા થકી રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસે છે તેવું વક્તાઓએ જણાવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત થયા

જુના લગ્નગીતો, ફટાણા, મણીયારો રાસ, ઢાલ-તલવાર રાસ, અભિનય, સાંસ્કૃતિક વક્તવ્ય વગેરે કાર્યક્રમો પ્રસ્તુત થયા હતા. તેમજ નથુ ગરચરની રેતી ચિત્રની પાળીયાપૂજાના રેતશિલ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – the cultural heritage develops the spirit of national unity 062523

પોરબંદર-માંગરોળના દરિયામાં દીવની બોટ ડુબી



પોરબંદર-માંગરોળના મધદરિયામાં મધરાત્રે ડૂબી રહેલ દીવની બોટના 8 ખલાસીઓને બચાવવા કોસ્ટગાર્ડે રેસક્યુ હાથ ધર્યું હતું.

પોરબંદર-માંગરોળના મધદરિયે માછીમારી કરી રહેલી દીવની એક બોટમાં પાણી ભરાયું હોવાની જાણ માછીમારી કરી રહેલા ખલાસીઓએ વાયરલેસથી કોસ્ટગાર્ડ વિભાગને કરી હતી. બોટમાં પાણી ભરાયું હોય અને ખલાસીઓનો જીવ જોખમમાં હોવાની જાણ શનિવારે રાત્રે 12:50 કલાકે કરી હતી ત્યારબાદ કોસ્ટગાર્ડના જવાનો સી-445 બોટ લઈ તાત્કાલીક સમુદ્રમાં પહોંચી ગયા હતા. સમુદ્રમાં 3:15 મિનીટે ડૂબી રહેલી બોટના સ્થળે પહોંચી જઈ બોટને ડૂબતી બચાવવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. બોટનું તળીયું લીક થતા બોટમાં પાણી ભરાયું હોય જેથી ખલાસીઓ બોટમાંથી પાણી ઉલેચવા માટે પમ્પ મારફત સતત પ્રયાસો કરતા હતા. છતાં પણ પાણીની આવક બોટમાં ખૂબ જ વધુ થતી હોય જેની સરખામણીમાં પાણી ઉલેચવામાં પણ મુશ્કેલી પડતી હતી.

આ સમયે કોસ્ટગાર્ડના જવાનો આવી પહોંચ્યા હતા અને તેઓએ અન્ય 2 પમ્પ મૂકી ડૂબતી બોટને બચાવવા માટે બોટમાંથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરી હતી. 85 મિનીટ સુધી કોસ્ટગાર્ડના જવાનોએ જહેમત ઉઠાવી પરંતુ બોટની એક સાઈડમાંથી પાણી બોટમાં ઘૂસી ગયું હતું અને બોટે મધરાત્રે સમુદ્ર વચ્ચે જળસમાધી લીધી હતી. આ દરમિયાન બોટમાં રહેલ તમામ 8 ખલાસીઓએ સમુદ્રમાં ઝંપલાવ્યું હતું અને કોસ્ટગાર્ડના જવાનોએ સમુદ્રમાં કૂદેલ માછીમારોને રસ્સી અને બોયા ફેંકી બચાવી લીધા હતા અને વહેલી સવારે પોરબંદરની જેટી ખાતે તમામ ખલાસીઓને સહીસલામત લઈ આવવામાં આવ્યા હતા.

પોરબંદર | દરિયામાં બોટ ડુબી ગઇ પરંતુ કોસ્ટગાર્ડે તમામ ખલાસીઓને રેસ્કયુ કરી સહીસલામત બચાવી લીધા. તસ્વીર – ભાસ્કર

‘પ્રભુસાગર’ નામની બોટે લીધી જળસમાધી

પાણીમાં કૂદી પડેલ ખલાસીને તરતા પણ આવડતું ન હોય વધુ મુશ્કેલી

બોટે જળસમાધી લીધી આ સમયે 8 ખલાસીઓ સમુદ્રમાં કૂદી ગયા હતા, જેમાંથી એક ખલાસીને તરતા ન આવડતું હોવાને લીધે તેનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પરંતુ કોસ્ટગાર્ડના જવાનોએ પણ જહેમત ઉઠાવી આ ખલાસીનો જીવ બચાવી લીધો હતો.

પોરબંદર | દીવ ખાતે રહેતા લખમણભાઈ સોલંકીની માલિકીની ‘પ્રભુસાગર’ નામની બોટ નં. DD 02 MM 881 તા. 11 ના સવારે ફિશીંગ માટે સમુદ્રમાં નિકળી હતી. આ બોટે માંગરોળ નજીક સમુદ્ર વચ્ચે જળસમાધી લીધી હતી. 40 લાખની બોટ સહિત બોટમાં રહેલ જાળ, બોયા, માછલીનો જથ્થો વગેરે દરિયામાં ગરક થઈ ગયા હતા.

કોસ્ટગાર્ડના 2 પમ્પ અને ખલાસીઓના ડોક્યુમેન્ટ પણ દરિયામાં ડૂબી ગયા

બોટ હાલકડોલક થતી હોય અને દરિયો પણ ખરાબ હતો તેમજ રાત્રીનો અંધકારપટ હોવાથી બોટ ડૂબી ગઈ હતી જેમાં કોસ્ટગાર્ડના 2 પમ્પ તથા ખલાસીઓના ડોક્યુમેન્ટ જેવા કે આધારકાર્ડ, બોટના પાસ સહિતના દસ્તાવેજો ડૂબી ગયા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – sinking a boat of boats in porbandar mangrol sea 062519

છાંયામાં બ્લોકના કામ દરમિયાન બાળક ઉપર પથ્થર પડતાં મોત



પોરબંદરના છાંયા વિસ્તારમાં બ્લોકનું કામ ચાલી રહ્યું હતું અને મજુરવર્ગના યુવાનો પોતાના બાળકોને સાથે લઈને આવ્યા હતા. ભરાઈનું કામ ચાલુ હતું તે દરમિયાન એક બાળક રમતા-રમતા દિવાલે ટીંગાયો હતો ત્યારે માથા પર પથ્થર પડતા તેમનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મુળ મધ્યપ્રદેશ અને હાલ છાંયા (ઓડદર) માં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા મજુર રમેશ મેડા પોતાના પરિવાર સાથે ભરાઈનું કામ કરતા હતા. આથી છાંયા વિસ્તારમાં ચાણક્ય સ્કૂલ પાછળ બ્લોકનું કામ ચાલુ હતું અને રવિવારે બ્લોકમાં સ્લેબની ભરાઈ ચાલુ હતી. આ મજુરોના બાળકો પણ સાથે આવ્યા હતા. ભરાઈનું કામ અડધું થયું હતું અને સ્લેબ અડધો ભરાયો હતો તે દરમિયાન રમેશ મેડાનો પુત્ર મનિષ (ઉ. વર્ષ 9) નામનો બાળક રમતા-રમતા દિવાલે ટીંગાયો હતો અને તેના પર મોટો પથ્થર પડ્યો હતો. આ અંગેની જાણ થતા તાત્કાલીક આ બાળકને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

કોંગ્રેસના નેતાઓ, ઉમેદવારોની માગ પ્રિયંકા ગાંધીની બે જાહેર સભા કે



કોંગ્રેસના નેતાઓ, ઉમેદવારોની માગ પ્રિયંકા ગાંધીની બે જાહેર સભા કે રોડ-શો થાય તેવી છે. પણ, પ્રિયંકાના કાર્યક્રમનું આયોજન થઇ શકતું નથી. કારણ કે, 19 સુધી રાહુલ ગુજરાતમાં છે, આ પછી પ્રચારના છેલ્લા દિવસ 21મીએ મોદી ગુજરાતમાં છે ત્યારે પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ કઇ રીતે ગોઠવવો તેનું આયોજન કોંગ્રેસ કરી શકતું નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

ગાંધીનગરના કલોલમાં પ્રચારાર્થે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉમેદવાર




ગાંધીનગરના કલોલમાં પ્રચારાર્થે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉમેદવાર અમિત શાહને આવકારવા માટે વિવિધ સમાજના લોકોએ પણ ભાગ લીધો. ઠાકોર, પટેલ, દલિત, મુસ્લિમ જોવી વિવિધ જ્ઞાતિઓ અને વેપારી મંડળોએ અહીં અમિત શાહનું સ્વાગત કર્યું હતું. સાડા ત્રણ કિલોમીટરના આ રુટ પર ફરીને અમિત શાહે ચૂંટણી પરિણામનો વરતારો નક્કી કરી લીધો હતો. શાહે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરને તેમના જન્મદિવસ નિમિત્તે અંજલિ અર્પણ કરી રોડ શોની શરુઆત કરી.

આ રોડ-શોમાં અમિત શાહની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરી મહત્ત્વની રહી હતી. આ સાથે ગાંધીનગર અને અમદાવાદથી આવેલાં ભાજપના આ જ રોડ-શો પૂર્વે ઠાકોર સમાજમાંથી અને સ્થાનિક નગરપાલિકામાંથી કોંગ્રેસના સભ્યોને ભગવો ખેસ પહેરાવીને ભાજપમાં આવકારવામાં આવ્યાં હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

અમદાવાદ : કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને કોંગ્રેસે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ



અમદાવાદ : કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને કોંગ્રેસે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ કે અન્ય કોઇ નેતા કરતાં પણ વધુ મહત્વ આપી દીધું છે. એક ખાસ હેલિકોપ્ટર હાર્દિકની તૈનાતમાં મૂકીને કોંગ્રેસે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી બાદના ક્રમે આવતા નેતા જેવું સ્થાન આપ્યું છે. આ દિવસોમાં હાર્દિક એકલાં ગુજરાતમાં જ હવાઇ માર્ગે ઉડાઉડ કરીને પચાસ રેલીઓ સંબોધશે. રવિવારે જ હાર્દિકે હેલિકોપ્ટરમાં બેસીને પડાવેલાં ફોટો તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યાં હતાં. હાર્દિકને પહેલેથી સ્ટાર પ્રચારકોની યાદીમાં શામેલ કરાયો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

125 ગાયને બાપુ રાેટલી નાખે પછીજ ખીલે બંધાતી



કેશાેદના ગેલાણા ગામે ભગવાન શ્રી રામ મંદિરનું નવનિર્માણ થતાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહાેત્સવ ઉજવવામાં આવ્યાે હતાે. સમસ્ત ગ્રામજનાેના સહયાેગથી તા 12 એપ્રિલ થી લઇ તા 14 એપ્રિલ સુધી ભગવાન શ્રી રામની મુર્તિમાં પ્રાણ પુરવા પ્રખર વિદ્વાન બ્રાહ્મણાે દ્વારા શાસ્ત્રાેક્ત વિધીઓ કરવામાં આવી હતી અને છેલ્લા દિવસે મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પામ્યા બાદ મહાપ્રસાદનું આયાેજન કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે નવનિર્માણ પામેલા રામ મંદિરની વર્ષાેથી સેવા પુજા કરતા સંત શિરાેમણી ગંગારામ બાપુ જયારે ગામની 900 વિઘા ગાૈચર જમીનમાં 125 ગાયાેને ચરીને આવતી ત્યારે રાેટલી ખવરાવતા પછી જ ગાૈધન ખીલે બાંધવા રાજી થતું હતું. સન 1977 માં ગંગારામ બાપુ ગાૈલાેકધામ સિધાવ્યા. હાલ ગામમાં તેમનું સમાધી સ્થાન છે તેમની નજીક એક માેટું પીપળાનું ઝાડ છે જેની બાજુમાં એક સફેદ પીપળાે દર વર્ષે આપાેઆપ ઉગે છે અને કરમાય છે. જે લાેકાેમાં નવી શ્રધ્ધા ઉભી કરી રહ્યાે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – 125 bapu rattli raising the cows then bolstered 062125

જેટ એરવેઝ માટે સોમવારનો દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ રહેશે. બેન્કોએ




જેટ એરવેઝ માટે સોમવારનો દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ રહેશે. બેન્કોએ 1500 કરોડ રૂપિયાની મદદ માટે જેટની મેનેજમેન્ટ પાસેથી એક નવી દરખાસ્ત માંગી હતી. આ મુદ્દે બંને પક્ષકારોની સોમવારે બેઠક યોજાવાની છે. તેના પરિણામ પર એરલાઈનના કર્મચારીઓના વલણનો આધાર રહેશે. રવિવારે પાઈલટના સંગઠને પહેલા એવી જાહેરાત કરી હતી કે સોમવારે સવારે 10 વાગ્યાથી તેઓ વિમાન નહીં ઉડાવે. પછી એવું નક્કી કર્યું કે સોમવારે યોજાનારી બેન્કોની બેઠક સુધી રાહ જોવામાં આવે. દરમિયાનમાં રવિવારે જેટના માત્ર 5-6 વિમાને જ ઉડ્ડયન કર્યું હતું. જેટ એરના 1600 પાઈલટમાંથી 1100 પાઈલટ નેશનલ એવિએટર્સ ગિલ્ડ સાથે જોડાયેલા છે. પાઈલટ, એન્જિનિયર અને સિનિયર મેનેજમેન્ટને જાન્યુઆરી મહિનાથી વેતન મળ્યું નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

પાક.માં 58 દિવસોમાં ખાણી-પીણીની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.



પાક.માં 58 દિવસોમાં ખાણી-પીણીની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. પાકિસ્તાની અખબાર ધ ડોન મુજબ દૂધના સરકારી ભાવ 94 રૂપિયા નક્કી કરાયા છતાં મોટાભાગના વેપારીઓ 120થી 180ના ભાવે દૂધ વેચી રહ્યા છે. ડેરી એસોસિએશને કહ્યું કે સરકારને ભાવ વધારવા અનુરોધ કર્યો હતો. પરંતુ સરકાર ન માની તો તેમણે જાતે ભાવ વધારો કરી દીધો. તેમને ત્યાં દરાડા પાડી સરકારે 11 લાખ રૂપિયા દંડ વસૂલ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today