વિસાવદર પંથકનાં હસ્નાપુર અને કાલાવડમાંથી વધુ બે દીપડા પાંજરે પૂરાયાવિસાવદર પંથકમાં છેલ્લા દશેક દિવસમાં દીપડાઓએ મચાવેલા આતંકથી હાહાકાર મચી ગયો હતો. બાદમાં વનવિભાગ હરકતમાં આવતાં ચાર દિવસમાં જ કુલ ચાર દીપડાને પાંજરે પુર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ હસનાપુરમાં પ્રભાબેન તથા અંબાળામાં હિરલ નામની બાળકીને દીપડાઓએ ફાડી ખાધા બાદ માનવભક્ષી દીપડાઓને પાંજરે પુરવામાં વનવિભાગને સાસણની રેસ્કયુ ટીમ અને વેટરનરી ડોકટરની મદદ લેવી પડી હતી. ત્યારબાદ કેદ થયેલા બન્ને દીપડાઓ સાસણ મોકલી આપવામાં આવ્યા છે.

બાદમાં સ્થાનિકોની માંગણી મુજબ કાલાવડમાં અને હસનાપુરમાં પાંજરાઓ દીપડાઓને પકડવા મુકવામાં આવ્યા હતા. જેમાં શુક્રવારે રાત્રીના કાલાવડમાંથી દીપડો અને હસનાપુરમાંથી દીપડી પાંજરે પુરાઇ હતી. આ વિસ્તારનાં લોકોનાં કહેવા મુજબ હજુ પણ આ ત્રણેય ગામોમાં ત્રણ દીપડાનાં આંટાફેરા છે. જોકે ચાર દિવસમાં ચાર દીપડા પકડાયા બાદ વનવિભાગ પણ ગડમથલમાં પડ્યું છે કે દીપડાઓમાંથી માનવભક્ષી કેટલા છે ? આ દીપડાનાં મળમુત્રનાં નમુના લેવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ માનવભક્ષી દીપડાની સ્થિતિ સ્પષ્ટ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર પંથકમાં દિપડાની સંખ્યા વધારે હોય અને અવાર-નવાર લોકો પર હુમલા કરતા હોઇ જેને લઇને આ વિસ્તારમાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. બે દિવસમાં બાળકી અને વૃદ્ધા પર હુમલાની ઘટના બની હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

દૂધની કોથળી પર “23 એપ્રિલે ગુજરાત મતદાન કરશે’ નાં સ્લોગન લગાવાયાપોરબંદરમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ અંગે ઠેરઠેર અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. શહેર અને ગ્રામીણ પંથકમાં મતદાન કરવાથી કોઈ વ્યક્તિ બાકાત ન રહી જાય તે માટે અવશ્ય મતદાન કરવાનો સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચે તાજેતરમાં જ ગેસ સિલીન્ડર પર મતદાન જાગૃતિના સ્લોગન લખી ઘર-ઘર સુધી મહિલાઓને મતદાન કરવા અંગે અપીલ કરાઈ છે. વધુ એક વખત દૂધની કોથળી ઉપર ‘23 મી એપ્રિલે ગુજરાત કરશે મતદાન’ ના સ્લોગનો લખાયા છે અને મતદાન જાગૃતિ અંગેના સ્લોગન લખાયેલ દૂધની પ્લાસ્ટીકની કોથળીઓનું વેચાણ થઈ રહ્યું છે. આ દૂધની કોથળીઓના માધ્યમથી ગૃહીણીઓને પણ ઘર-ઘર સુધી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

જામનગર પાલિકા દ્વારા રિબેટ યોજના જાહેરજામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2019-20 માટે વેરામાં રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે.જેમાં એડવાન્સ મિલકત અને પાણી વેરો ભરનાર કરદાતાને 10 ટકા લાભ આપવામાં આવશે.અગાઉના તમામ પ્રકારના વેરા ભરપાઇ કર્યા હશે તે કરદાતાઓને રીબેટ મળશે.આ યોજના 16 એપ્રિલથી 31 મે સુધી અમલમાં રહેશે.જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.1 થી 19 ના કરદાતાઓ માટે જનરલ બોર્ડના ઠરાવ મુજબ રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે.જેમાં સામાન્ય કરદાતાઓએ એડવાન્સ મિલકત અને પાણી વેરા પર 10 ટકા રીબેટ આપવાનું જાહેર કરાયું છે.

તદઉપરાંત સીનીયર સીટીઝન,દિવ્યાંગો,માજીસૈનિકોને વેરામાં વધારાની રાહત આપવામાં આવશે.આટલું જ નહીં ઓનલાઇન ટેકસ ભરનારને 2 ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.16 એપ્રિલથી 31 મે સુધી ચાલનારી રીબેટ યોજના અંતર્ગત શનિ-રવિ અને જાહેર રજાના દિવસો સિવાય એડવાન્સ વેરો ભરી શકાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

નાકમાંથી લોહી નીકળતું હોય છતાં દવા ખાઈને મહિલાઓ પાણી ભરવા જાય છેમહિલાઓમાં લોહીની અછત, દિવસે મજૂરી અને રાત પાણી લાવવામાં જાય છે. પાના નં. 18

ઉસ્માનાબાદ | દેશનું સૌથી વધુ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર મહારાષ્ટ્રનું મરાઠાવાડા છે. આ તસવીર ત્યાંના એક ગામ ખુદાવાડીની છે. તસવીરમાં દેખાય છે તેમ મહિલાઓએ 30 ફૂટ ઊંડા કૂવામાં ઊતરવું પડે છે. હજુ તો ગરમીની શરૂઆત છે પરંતુ અહીં પાણીની ભયંકર તંગી શરૂ થઈ ગઈ છે.

મહિલા પડી ગઈ, ફ્રેક્ચર થયું

હાલમાં 70 વર્ષીય કોન્ડાબાઈ પાણી ભરતા સમયે કૂવામાંથી પડી જતાં તેના કમરનું હાડકું તૂટી ગયું.

મરાઠાવાડના તમામ ગામોમાં મહિલાઓ 44-45 ડિગ્રી ગરમીમાં 3-4 કિલોમીટર ચાલી પાણી લાવે છે.

મોટાભાગની મહિલાઅોમાં લોહીની અછત છે. પાણી લાવતાં સમયે નાકમાંથી લોહી પણ આવે છે. કમરદર્દ રહે છે છતાં દવા ખાઈને તેઓ પાણી ભરે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – although blood is being released from the nose women go to water after consuming the medicine 062053

‘મારા મતે ભગવાન રામ આજના શાસ્ત્રમાં આદર્શ છે. રામે કહ્યું‘મારા મતે ભગવાન રામ આજના શાસ્ત્રમાં આદર્શ છે. રામે કહ્યું હતું કે, હું મારી પ્રજા માટે સીતાનો પણ ત્યાગ કરી શકું, પ્રજા માટે મારી સત્તાનો પણ ત્યાગ કરી શકું છું. આજના રાજા અને અધિપતિ તેમજ શાસકોમાં ભગવાન રામ જેવા આદર્શ હોવા જ જોઈએ. જનતાના કલ્યાણ માટે તેમણે જેટલું ગુમાવવું પડે તેટલું ગુમાવવું જોઈએ.’

રામનવમીની ઉજવણી વિશ્વમાં દરેક જગ્યાએ થતી હોય છે, પરંતુ હું તો માનુ છુ કે , રામનવમીના દિવસે રામનો નહીં રામચરિત્ર માનસનો જન્મ થયો હતો. મારા માટે તો દરેકના હૃદયમાં રામનવમીની ઉજવણી થાય તે જ સૌથી મોટી રામનવમી છે. આજના દિવસે રામચરિત્ર માનસનો પણ જન્મ થયો હતો. આપણે તો રામને જોયા નથી પણ માનસ કેરું રૂપ જોયું છે. રામને આપણે સ્પર્શ્યા નથી પણ રામચરિત માનસને રોજ હાથમાં લઈ તેનું વાંચન કરીએ છીએ.

ભગવાન રામ સૂર્યના પણ સૂર્ય છે અને સૂર્યની જરૂર બધાને પડતી જ હોય છે. મારા મતે રામનવમી સૌથી મોટો પર્વ છે. જેમાં રામનું સત્ય, રામનો પ્રેમ અને રામની કૃપાની ઉજવણી કરવામાં આવતી હોય છે. ભગવાન રામ તો સમગ્ર વિશ્વનો આત્મા છે. રામ વિના જગતમાં કશું જ નથી. રામનું મહત્ત્વ કોઈ સ્વીકારે કે ન સ્વીકારે પરંતુ તેમાં એક આત્મા છે. સમગ્ર વિશ્વમાં ભગવાન રામના ભક્તો છે. ત્યાં પણ લોકો રામને એટલો જ પ્રેમ કરે છે. જીવન જીવવા જેટલું મહત્ત્વ શ્વાસનું છે તેટલું જ મહત્ત્વ આપણા જીવનમાં ભગવાન રામનું હોવું જોઈએ. ભગવાન રામનાં રહસ્યો તેમના કાળમાં 9 લોકો જાણી શક્યા હતા. આપણી પાસે જે વાલ્મિકી રામાયણ અને તુલસી રામાયણ છે તેમજ તેમાં જે પ્રસંગોનો ઉલ્લેખ છે તેનાથી જ આપણે પરિચિત છીએ. બાકી અંગીક રહસ્ય સાથે રહેનારા પણ નથી સમજી શક્યા. રામ સાથે આપણે વાત તો નથી કરી શક્યા, પણ રામચરિત્ર માનસની ચોપાઈઓ, પ્રસંગો રોજ સાંભળીએ છીએ. રામનવમીની જનતાને વધાઈ. જય શ્રી રામ.

(મોરારિ બાપુની સંકેત ઠાકર સાથે થયેલી વાતચીતને આધારે)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

એકતરફ લોકસભાની ચૂંટણીનો ગરમાવો અને બીજી તરફ એપ્રિલ મહિનાની
એકતરફ લોકસભાની ચૂંટણીનો ગરમાવો અને બીજી તરફ એપ્રિલ મહિનાની તાસીર મુજબ સૂર્યનારાયણ પણ આકરા મૂડમાં આવી ગયા હોય તેમ છેલ્લા એક પખવાડિયામાં પારો 43 ડિગ્રીને પણ વટી ગયાનો દાખલો છે. ભરઉનાળના આ માહોલમાં લોકોના એસી ધમધમતા થઇ ગયા છે ત્યારે એપ્રિલમાં ભરશિયાળાની કડકડતી ઠંડીનો કુદરતી રીતે જ અનુભવ થાય તો કેવું? કોઇ કદાચ માને કે ન માને ભારત સરકારના મેટ વિભાગના આંકડા મુજબ રાજકોટમાં 116 વર્ષ પહેલા 1903ની સાલમાં પહેલી એપ્રિલે ન્યૂનતમ તાપમાન ઘટીને 10 ડિગ્રી થઇ ગયું હતું. જેને પગલે શહેરના લોકોએ ત્યારે હિલ સ્ટેશનનો અનુભવ કર્યો હશે.

એપ્રિલ મહિનાના તાપમાનના છેલ્લા 10 વર્ષના આંકડા જોઇએ તો મહત્તમ તાપમાનની દૃષ્ટિઅે રાજકોટના શહેરના ઇતિહાસમાં એપ્રિલ માસમાં નોંધાયેલી સૌથી વધુ ગરમી આ ગાળામાં જ નોંધાઇ હતી. જે મુજબ 14 એપ્રિલ 2017માં નોંધાયેલું 44.8 ડિગ્રી તાપમાન રાજકોટ શહેરનું અત્યાર સુધીનું આ મહિનાનું સૌથી મહત્તમ તાપમાન રહ્યું છે, જ્યારે 1903માં પહેલી એપ્રિલે ન્યૂનતમ પારો ઘટીને 10.0 ડિગ્રી થઇ ગયો હતો.

આ એપ્રિલ માસમાં પણ છેલ્લા 13 દિવસની મહત્તમ તાપમાનની સ્થિતિ જોઇએ તો પારો સામાન્ય રીતે સતત 40 ડિગ્રીથી ઉપર રહ્યો છે. જેમાં આ અેપ્રિલનો સૌથી ગરમમાં ગરમ દિવસ ત્રીજી એપ્રિલ રહ્યો હતો. જેમા પારો 43.3 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આમ કુદરતનો કરીશ્મા ક્યારેય માનવી સમજી શક્યો નથી ત્યારે સને 1903 માં નોંધાયેલો એપ્રિલ મહિનાના લઘુતમ તાપમાનનો આ રેકર્ડ હજુ અકબંધ છે. આઇએમડી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આવું રેર કેસમાં બન્યું હોય. જેમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોય અને નોર્થી ઇસ્ટર્નલી વિન્ડને કારણે ઉત્તર ભારતમાં સ્નોફોલ થતો હોય અને શિયાળો લંબાયો હોય એટલે આવું બન્યું હોય. નહીંતર સામાન્ય રીતે એપ્રિલમાં અપવાદ રૂપે જ ન્યૂનતમ તાપમાન 17 થી 18 ડિગ્રી સુધી ઉતરતું હોય છે. સામાન્ય રીતે 22 થી 25 ડિગ્રીની આસપાસ જ રહેતું હોય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

બરવાળા તાલુકાના નાવડા ગામે ટીબી રીવ્યુ મીટીંગ યોજાઈબરવાળા | બરવાળા તાલુકાના નાવડા ગામે આરોગ્ય વિભાગ દ્વારા ટીબી રોગ ની રિવ્યુ મીટિંગ યોજાઈ હતી. જેમાં અઠવાડીયાથી વધારે સમયની ઉધરસ સાંજે જીણો તાવ ભૂખ અને વજનમાં ઘટાડો થાય કફમાં લોહી નીકળે છાતીમાં દુખાવો થાય રાત્રે પરસેવો થવો જેવા લક્ષણો હોય તો નજીકનાં સરકારી દવાખાને બે કફની તપાસ કરાવવા માહિતી અપાઈ હતી. દર્દીઓના કફના નમુના, ચેસ્ટ ફોર એક્ષરે, મોન્ટુક્ષ ટેસ્ટ, સીબીનાટ, 99 ડોટસનની માહિતી સંજયભાઈ રામદેવે આપી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Barvala News – tb review meeting took place in nawada village of barwala taluka 055600