Author: Sys-Admin
Women must choose merit over reservations
The election will help us understand what sort of nation we’re becoming
મેઘરજ | મેઘરજ નગર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં પાણીની સમસ્યા
મેઘરજ | મેઘરજ નગર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં પાણીની સમસ્યા વિકટ બનતા પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ ધુમધખતા તડકામાં પણ માથે બેડા લઈ દુર દુર સુધી પાણી માટે ભટકવુ પડે છે અને કલાકોના સમયનો વ્યય કરી દુર દુરથી પીવાનુ પાણી લાવવુ પડે છે ત્યારે મેઘરજ તાલુકામાં બનાવાયેલ કેટલાક હેન્ડપંપો બંધ હાલતમાં હોવાના કારણે તાલુકામાં પાણીની સમસ્યા વિકટ બની છે. તસવીર-યોગીન ઉપાધ્યાય
અંતરિયાળ બૂથ : 24 મતદારો સુધી પહોંચવામાં 4 દિવસ લાગી ગયા
નવી દિલ્હી | દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં સૌથી મોટું ચૂંટણીપર્વ ચાલી રહ્યું છે. તેને સફળ અને સલામત બનાવવા માટે સૌથી મોટું પોલીસદળ પણ લાગેલું છે. 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં ચૂંટણી છે. દરેક તબક્કામાં મતદાન કરાવવા માટે 2.5 લાખ સેન્ટ્રલ ફોર્સ (સીઆરપીએફ જવાન) એક જગ્યાએથી બીજી જગ્યાએ આવન-જાવન કરી રહ્યા છે. તેમને પોલિંગ બૂથ સુધી પહોંચાડવા માટે 25 હેલિકોપ્ટર, 500 ટ્રેન, 17,500 ગાડીઓ, સેંકડોની સંખ્યામાં ઘોડા, નૌકા અને જહાજની વ્યવસ્થા કરાઈ છે. તેના પાછળ 200 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.
દેશની 543 લોકસભા બેઠકો પર 90 કરોડ મતદાર છે. તેમના માટે 10 લાખ બૂથ બનાવાયા છે, જે 33 લાખ વર્ગ કિ.મી. ક્ષેત્રમાં ફેલાયેલા છે. અહીં ચૂંટણીને સફળ બનાવવા માટે 3 વિભાગો સૌથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તે છે ગૃહ મંત્રાલય, ચૂંટણીપંચ અને કેન્દ્રીય અર્ધ લશ્કરીદળ. ત્રણે વિભાગ વચ્ચે દરરોજ બેઠકો થાય છે અને આગળની રણનીતિ બનાવાય છે. વિભાગોનો અસલી આશય શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે મતદાન કરાવવાનો છે.
લોકસભા ચૂંટણી ભારતીય લોકતંત્રનો તહેવાર છે. જુઓ તેમાં મતદારોને સામેલ કરવા માટે ચૂંટણી ફરજમાં કાર્યરત કર્મચારી અને જવાન ક્યાં-ક્યાં સુધી પહોંચે છે…
લુઈટ ખબાલુ (સમુદ્ર કિનારાથી 101 મીટર), જિલ્લો -લખીમપુર, અાસામ, સુબાનસિરી નદી, 25,000 મતદાર.
પિલોપાટિયા (8 મીટર), નિકોબાર, 9 મતદાર છે. પોર્ટ બ્લેરથી અહીં પહોંચવામાં પોલિંગ પાર્ટીઓને 20 ક્લાક લાગે છે.
છેપ્પે (2204 મીટર), દિબાંગ વેલી, અરુણાચલ પ્રદેશ, અહીં માત્ર 24 મતદાર છે. ત્યાં સુધી પહોંચવામાં 4 દિવસ લાગે છે.
બડા બંઘાલ (2400 મીટર), કાંગડા, હિમાચલ, અહીં 345 મતદારો સુધી પહોંચવા હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાઈ છે.
અબુજમાડ (351 મીટર), દંતેવાડા, છત્તીસગઢ, 750 મતદાર. આ બૂથ 4 કિ.મી. જંગલમાં નક્સલી વિસ્તારમાં છે.
શુન ચુમિક ગિલસા (4240 મીટર) કારગિલ, જમ્મુ-કાશ્મીર, 125 મતદાર. આ સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત બૂથ છે.
હિંદુત્વ અને સંઘ એક સિક્કાની બે બાજુ હોવા સાથે
હિંદુત્વ અને સંઘ એક સિક્કાની બે બાજુ હોવા સાથે મુસ્લિમ વિરોધીના વારંવાર વિવાદો વચ્ચે આજે ભાવનગર ખાતે ભાજપ યોજિત ગણમાન્ય નાગરિક સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે,” ભારતીય સંસ્કૃતિ નાતજાત ને નથી માનતી હું સંઘનો સ્વયંસેવક છું અને સંઘ કોઈ દિવસ નથી કહેતો કે મુસ્લિમથી નફરત કરો”.
શહેરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે ભાજપ દ્વારા યોજાયેલા ગણમાન્ય નાગરીક સંમેલનમાં પ્રારંભે શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહનું સન્માન બાદ ભારતની સુરક્ષા અને વિકાસ સંદર્ભે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારત ફાસ્ટ ઇકોનોમી કન્ટ્રી છે સાથોસાથ આગામી વર્ષ ૨૦૩૦ માં વિશ્વના શક્તિશાળી દેશો રુસ, ચીન અને અમેરિકા પૈકી કોઈ એક દેશ ને પાછળ રાખી પ્રથમ ત્રણ માં ભારતનું સ્થાન હશે. બ્રુફિંગ ઇન્સ્ટિટયૂટ ના સર્વે મુજબ ભારતમાં ગરીબી ઘટી રહી છે તેમ છતાં કોંગ્રેસ દ્વારા વારંવાર ગરીબી વધતી હોવાનો રોષ ઠાલવી ગરીબો સાથે મજાક કરી રહી છે. ખરેખર તો ભારત કોંગ્રેસ મુક્ત નહીં થાય ક્યાં સુધી ગરીબી મુક્ત નહીં થાય. રાષ્ટ્રદોહનો કાનૂન નાબૂદ કરવાનું કોંગ્રેસ કહી રહી છે. પરંતુ રાષ્ટ્રદ્રોહનો કાનૂન વધુ સખ્ત બનાવીશું.
નવરાત્રિમાં જ્ઞાનનાં હથિયારોનો ઉપયોગ કરો અને પ્રેમ વહેંચો
વરાત્રિના નવ દિવસની તૈયારી દરેક પરિવાર ઘણા પ્રેમ સાથે કરે છે અને શક્તિઓનું આહ્વાન પણ કરે છે. દરેક પ્રાંતમાં તેની અલગ અલગ રીતે ઉજવણી કરાય છે પણ ભાવના બધી જગ્યાએ એક જેવી જ થાય છે. આજના સમયમાં જો આપણે જોઈએ તો તેની પ્રાસંગિકતા વધારે છે. ભારતમાં જ વિશ્વમાં ચારેકોર સમાજમાં ફક્ત ભ્રષ્ટાચાર, અત્યાચાર, મહિલાઓ સાથે શોષણ, પરિવારોનું તૂટવું જાણે નકારાત્મકતા પોતાની ચરમસીમાએ છે. જ્યારે પણ આસુરી શક્તિઓ હાવી થશે તો તેના પર વિજય પ્રાપ્ત કરવા માટે શક્તિશાળી સકારાત્મક તત્વોની જરૂર પડશે. તો સવાલ એ છે કે આપણે સમાજની જે હાલત જોઇ રહ્યાં છીએ એ સ્થિતિમાં સકારાત્મક શક્તિઓનું આહ્વાન કેવી રીતે કરીએ? માની લો કે તમે એક ચિત્રકાર છો, તમારે ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવો છે તો તેને તસવીર તરીકે કેવી રીતે તૈયાર કરશો? પહેલાં તો ક્રોધનું એક પ્રતીક બનાવવું પડશે અને બીજી તરફ એક પવિત્ર શક્તિનું ચિત્ર બનાવીશું જે ક્રોધ પર વિજય પ્રાપ્ત કરે છે. આપણે યુદ્ધ બતાવીશું, તલવાર, ગદા, ત્રિશૂળ બતાવીશું. આ એ હથિયાર છે જેની મદદથી દૈવીશક્તિઓએ અાસુરી શક્તિઓ પર વિજય પ્રાપ્ત કર્યો. આજે ન તો આ દૈવીશક્તિઓ છે ન તો અાસુરી અને ન તો એવા દિવ્ય હથિયાર. આજે આપણે પોતાની અંદર જ દિવ્ય શક્તિઓને જાગૃત કરી અસુરોનો ખાત્મો કરવાનો છે. દૈવી સંસ્કાર એટલે કે આપણા આત્મામાં નિશ્ચલ પ્રેમ, શાંતિ, ખુશીના ભાવ અને અસુર એટલે કે કામ, ક્રોધ, લોભના ખરાબ ભાવ. બંને જ મારી અંદર છે. તો અંદરના અસુરોનો વિનાશ આપણે ખુદ જ કરવો પડશે. આપણે આજે પણ ફક્ત દેવીનું ચિત્ર અને એ પ્રતીકોને જોઈ રહ્યાં છીએ તેનો સાચો અર્થ સમજવા જ નથી માગતા. આપણી અંદરના જે અસુરોને મારવાના હતા તે તો ભૂલી જ ગયા પણ આ તહેવાર આપણને યાદ અપાવવા માટે જ આવે છે કે આપણને આપણી અંદર શું કરવું છે. હું કહું છું કે ક્રોધ ખરાબ છે તો મને ભાઈ-બહેનો પૂછે છે કે દેવી-દેવતા પણ ગુસ્સો તો કરતાં હતાં, તે પણ યુદ્ધ કરતાં હતાં, તો આપણે તેમનો મહિમા કેમ ગાઈએ. દેવતા યુદ્ધમાં હત્યા કરતા હતા, આજે કોઇ હત્યા કરે તો શું તેને દૈવી કહી શકાય? પણ એ જાણવું જરૂરી છે કે દેવી-દેવતાઓએ હિંસા નથી કરી. અંદરની બદીને મારી છે. અનેકવાર બદી ફરી જીવિત થઈ ગઈ એવી જ રીતે જેવી રીતે ફરીવાર અસુર જીવતા થઈ જતા હતા. યુદ્ધ એક દિવસમાં પતી ના શકે. એટલા માટે જરૂરી છે કે જ્ઞાનનાં એક-એક હથિયારનો ઉપયોગ કરો. પ્રેમ વહેંચો અને જે કર્યું છે તેની જવાબદારી લો. જે ઠીક ન લાગે તેની અવગણના કરો જેથી દૈવી સંસ્કાર જાગૃત થાય.
ન
મન કી આવાજ
બી.કે.શિવાની,બ્રહ્માકુમારીઝ
કઈંક અનોખું કરીશું તો જ લોકો વાહ વાહ કરશે
કો તેમનાં ઘરોને અપસાઈકલિંગ કરી રહ્યા છે,’અપમાર્કેટ’ના ઘરોથી એક અલગ દિશામાં જઈ રહ્યા છે. લંડન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી ડિગ્રી પૂરી કર્યા બાદ યુવાનોને ચા વેચવી કેરિયર લાગે છે. પોતાના પેરેન્ટ્સના બનાવેલા કેરિયરના નિયમો તોડી રહ્યા છે.જયારે સ્ટાર્ટઅપ્સ શહેરી માર્કેટની તુલનામાં ગ્રામ્ય બજારોમાં પણ પ્રવેશ કરી રહ્યા છે.કેટલાક ઉલ્લેખનીય ઉદાહરણ અહીં પ્રસ્તુત છે.
કેરિયરના નિયમો તોડવા: લંડનના કિંગ્સ કોલેજથી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લીધા બાદ 24 વર્ષીય વિદુર માહેશ્વરીએ ચેન્નાઇના માર્કેટમાં જ્યાં કોફીનો પ્રભાવ હતો ત્યાં ચા વેચી કૉફીના માર્કેટને તોડવાનું વિચાર્યું.એવું એટલા માટે હતું કે તેના પિતા ને એણે દિવસની પંદર ચા પિતા જોયા હતા અને તેને ધ્યાન હતું કે ચા પીનારા સારી દુકાનની શોધમાં હોય છે. વધતી ઉંમર સાથે તેને સમજાઇ ગયું કે ચેન્નાઇમાં સારી ક્વોલિટીની કોફી તો મળે છે પણ એજ ક્વોલોટીની ચા શોધવાની વાત આવે તો એ ભૂલ સાબિત થશે. બસ આજ વાતથી તેને નવો બિઝનેસ કરવાની સંભાવના દેખાઈ અને તે કોઈ નીચે નોકરી કરવા કરતા સારું હતું. તેણે 2018માં ‘ચાય વાલે’ સ્ટાર્ટઅપ શરુ કર્યું અને મેનુમાં ઘણી લલચામણી ચા હતી. વિદુરના આજે 5 આઉટલેટ છે અને જ્યાં દર અઠવાડિયે 1000 ગ્રાહક આવે છે.
મેડિકલ સ્ટાર્ટઅપ્સ : પાછલા વર્ષે પ્રકાશિત થયેલ નેશનલ હેલ્થ પ્રોફાઈલ અનુસાર ભારતમાં 11,000 પ્રતિ એક ડોક્ટર છે.બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સ્થિતિ વધુ ભયાનક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માને છે કે દુનિયાના દરેક વ્યક્તિ ભલે એ ગમે તેટલો ગરીબ હોય તેને જરૂરી સ્વાસ્થ્ય સેવા પ્રાપ્ત કરવાનો અધિકાર છે .એટલેજ 2019ની આ સંગઠનની થીમ’ બધા માટે સ્વાસ્થ્ય’ છે.આ થીમથી ઘણા સમય પૂર્વે અજય ખંડેરિયા (ગુરુગ્રામથી સંચાલિત ‘ગ્રામીણ હેલ્થકેર’ કંપનીના સ્થાપક) જેવા લોકો 2016 થીજ હરિયાણાના ગ્રામીણ વિસ્તારોમા તેમના કિયોસ્ક સ્થાપિત કરી ચૂક્યા છે. આ વિસ્તારોમાં ગ્રામ્યજનોને હંમેશા પ્રાથમિક ચિકિત્સા સેવાની જરૂર પડે છે.અજયના આ સેન્ટર્સમાં નર્સ અને ડોકટર્સ હાજર રહે છે. પણ તેઓ જમીન ઉપર નહિ સ્ક્રીન ઉપર નજર આવે છે અને ટેલિમેડિસિનની મદદથી ઉપચાર કરે છે.દરેક દર્દીનું હેલ્થકાર્ડ બનાવાયું છે અને તેમની હિસ્ટ્રીને કમ્પ્યુટરમાં ફીડ કરાય છે. ત્રણ વર્ષ સેવા કર્યા બાદ હવે સેન્ટર્સની સંખ્યા વધીને 120 થઇ છે.જેમાં રાજસ્થાન,યુપી,પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
કચરા વગરના ‘અપસાઇકલિંગ’ ઘર- તમે તમારા ઘરને કેટલું લીલુંછમ બનાવી શકો છો? એક આત્મનિર્ભર માછલીઘરથી લઈને ઉછળતી-કૂદતી ચકલીઓ અને મરઘીઓ સુધી , હરેશ ચુગાની ચૂગાની અને એન્ડ્રિયા જેકબનું ઘર પ્રેરણા સ્વરૂપ છે. તેમના ઘરમાં કંઈપણ બેકાર નથી જતું.તેમના ખાધા બાદ વધેલા ખોરાકને દીવાલની ઉપર મૂકી દેવામાં આવે છે જે ખાવા માટે આવતા મહેમાનોમાં ગોકળગાય,બિલાડી અને કાગડાઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એમ છે કે આ બધાજ જાનવરો તેમના વારા ઉપર આવવાનું જબરું અનુશાસન છે.તેમના ચાર કુતરાઓ હંમેશા બધી બાજુ ફર્યા કરે છે.તેમનું ઘર જાનવરો અને માણસોની કોઓપરેટિવ સોસાયટી છે. હરેશ અને એન્ડ્રિયા ઈચ્છે છે કે તેમનું ઘર અપસાઇકલિંગ ઘર હોય.
ફંડા એ છે કે થોડું હટકર વિચારીને કરશોતો ઘણા લોકોના મનમાં વસી જશો અને તમારા અસ્તિત્વને સન્માન મળશે.
લો
મેનેજમેન્ટ ફંડા
વિરમગામ તાલુકાના ઓગણ ગામે ચૈત્રીનવરાત્રિએ 100 વર્ષથી ચાલતી પરંપરા બળિયાદેવના 150થી વધારે ફુલગરબા નીકળ્યાં
વિરમગામ | આ પંથકમાં લોકોને બળીયાદેવ માં અતુટ શ્રદ્ધા હોવાથી નાની-મોટી બાધાઓ રાખવામાં આવે છે જે ફળીભૂત થતા ચૈત્ર નવરાત્રિ માં એક જ દિવસે પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. વિરમગામ ઓગણ ગામે 12 એપ્રિલને શુક્રવારે ચૈત્ર સુદ સાતમે નિમિત્તે 100 વર્ષથી ચાલતી ફૂલો ના ગરબા ની પરંપરા જોવા મળી ઓગણ ગામે 150થી વધારે ફૂલો ના ગરબા લઈને દરેક સમાજના લોકો ગામની બહાર આવેલ બળિયાદેવના મંદિરે જઈને વિધિવત પૂજા કરીને તેમની માનતા પૂરી કરવામાં આવે છે.
ચીલાકોટામાં 4 પર માટીની દીવાલ ધરાશાયી, 3નાં મોત
લીમખેડાના ચીલાકોટા ગામે ગુરુવારે રાત્રે 8:30 કલાકે એક કાચા મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જેમાં દિવાલ પાસે ખાટલો ઢાળી નિંદર માણી રહેલા પરિવારની મહિલા તથા તેના બે બાળકો તેમજ મહિલાની ભત્રીજી દિવાલ નીચે દબાઈ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલા સારવાર દરમિયાન મોતને ભેટી હતી.
ગરબાડા તાલુકાના નેલસુર ગામની વિધવા મહિલા બદુડીબેન કનુભાઈ પરમાર તેના બાળકો પાંચ વર્ષનો રોહિત તથા દોઢ વર્ષનો રાજુ સાથે પિતા મગનભાઈ અમલીયારના ઘરે આવી હતી. ત્યારે દુર્ઘટના બની હતી અને તેમાં બદુડીબેન, રોહિત પરમાર અને અસ્મિતાનું મોત થયું હતું. જ્યારે રાજુને ઇજા પહોંચી હતી.
ચીલાકોટામાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં બે બાળકો તથા એક મહિલા સહિત ત્રણના મોત નિપજતા પરિવારજનોમાં કરુણાંતિકા સર્જાઇ હતી . તસવીર યોગેશ શાહ